સુરતમાં કોવિડ 19 ના કેસોમાં થતા વધારાને કારણે તેમજ ત્રણ દર્દીઓને ઓમિક્રોનનાં લક્ષણો દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે. હેલ્થ કમિશનર દ્વારા જનતાને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ છે.
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર દ્વારા તમામ ઝોનના ડોક્ટરો સાથે મીટીંગ કરવામાં આવી હતી અને સુરતમાં ત્રણ કેસો નોંધાઈ ચૂકયા છે ત્યારે આવનારા દિવસોમાં covid 19 ના કેસોમાં પણ સતત વધારો થાય તેવી શક્યતા દર્શાવતા તંત્ર સફાળું જાગ્યું છે આથી લોકો જે બેદરકારી રાખી રહ્યા છે હાલના સંજોગોમાં તેમાં સુરત ડેપ્યુટી હેલ્થ કમિશનરે જણાવ્યું છે કે કે લોકો બિનજરૂરી ટોળામાં જવાનું ટાળે તેમજ સામાજિક જવાબદારી સમજી અને માસ્કનો ચુસ્તપણે ઉપયોગ કરે તેમજ કોવિડ 19 નો બીજો ડોઝ જે લોકોને બાકી હોય તેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. હેલ્થ વર્કરોને પણ કોવિડ-19 વિશેની સમજ આપી અને તેઓને પણ કોવિડ 19 ના નિયમો વિશેની સંપૂર્ણ જાણકારી આપી શહેરમાં કોરોનાને લગતુ એપ્રોપ્રિયેટ બિહેવિયર રહે તે માટે મિટિંગ યોજવામાં આવી હતી. સુરતની બહારથી આવતા લોકોને સાત દિવસ સુધી કોરન્ટાઇન કરી અને તેમનો રિપોર્ટ કરાવ્યા બાદ જ તેમને શહેરમાં જવા મળશે એમ પણ ઉમેર્યું હતું. તંત્ર દ્વારા આગામી સમયમાં કોરોનાને લઈને કડક અમલવારી પણ કરવામાં આવશે તેમ સુરત હેલ્થ વિભાગે જણાવ્યું છે.