Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડાના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાળા પર થયેલ હુમલા પ્રકરણમાં 10 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ.

Share

ડેડીયાપાડા તાલુકાના બોગજ ગામે સરપંચની ચૂંટણી ટાણે સાંસદ મનસુખ વસાવાના સાળા પર થયેલ હુમલા પ્રકરણમા 10 આરોપીઓ સામે ડેડીયાપાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં બીટીપી આગેવાન ચૈતર વસાવા સરપંચની ચૂંટણી મારાજકીય અદાવતે સળગતુ લાકડુ મારી હુમલો કરવા ઉપરાંત દોઢ તોલા સોનાની ચેઇન અને મોબાઈલ ફોનની લૂંટની પણ ફરિયાદ પણ નોંધાઈ છે.

જેમાં ફરિયાદી સતીષભાઇ કુવરજીભાઇ વસાવા (ઉ.વ.૩૮ ધંધો ખેત રહે.બોગજ(કોલીવાડા) તા.દેડીયાપાડા જી.નર્મદા)એ આરોપીઓ (૧)ચૈતરભાઇ દામજીભાઇ વસાવા (૨) શાંતીલાલભાઇ દામજીભાઇ વસાવા (૩) સંજયભાઇ રૂબજીભાઇ વસાવા(૪) જીતેન્દ્રભાઇ નાથાલાલ વસાવા (૫) મુકેશભાઇ છત્રસીગભાઇ વસાવા (૬) ઇશ્વરભાઇ મુળજીભાઇ વસાવા (૭) વિજયભાઇ ચુનીલાલ વસાવા (૮) ગણેશભાઇ રાવલજીભાઇ વસાવા (૯) રતીલાલ મંગાભાઇ વસાવા (૧૦) જયરામભાઇ ગોવિંદભાઇ વસાવા (તમામ રહે.બોગજ (કોલીવાડા) તા.ડેડીયાપાડા જી.નર્મદા )સામે ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર તમારો ઉમેદવાર કેવા જીતો છો તે અમે જોઇ લઇશુ તેવી બુમો કીકયારીઓ કરતા ફરીયાદી તથા સાહેદો ફરીયાદીના ઘરના આંગણામા તાપણું કરી બેઠેલ હતા ત્યારે આરોપી બીટીપી ના આગેવાન ચૈતરભાઇ દામજીભાઇ વસાવા સાથે માણસોનુ ટોળુ બુમો પાડતા ગાળો બોલતા ફરીયાદી તથા સાહેદો પાસે આવેલ હતા અને કહેતા હતા કે આ વખતે સરપંચની ચુંટણીમાં અમે અમારો ઉમેદરવાર ઉભો રાખેલ છે અને તમે અને તમારો ઉમેદવાર કેવા જીવો છો તે અમે જોઇ લઇશુ તેવી બુમો કીકયારીઓ કરતા હતા અને આરોપી ચૈતરભાઇએ ફરીયાદીના માથાના વાળ પકડી જમીન ઉપર પાડી દઇ ઢીકા પાટુનો માર મારી સળગતા તાપણામાથી પ્રાણ ઘાતક સળગતુ લાકડુ લઈ ફરીયાદીના નાક ઉપર અને ડાબા હાથના બાવડાના ભાગે મારી ચહેરાના ભાગે મહા વ્યથા કરી અને સહ આરોપીઓ ફરીયાદી ઉપર તુટી પડેલા અને ફરીયાદીને ગળદાપાટુનો માર મારવા લાગેલા અને આરોપી ચૈતરભાઇએ ફરીયાદીના ખીસ્સામાં રાખેલ સેમસંગ કંપનીનો ભુરા કલરનો કી પેડવાળો મોબાઇલ કી.રૂ.૧૫૦૦/- નો કાઢી લીધેલ. તેમજ ફરીયાદીના ગળામાની સોનાની ચેઇન આશરે દોઢતોલાની કી.રૂ.૬૦,૦૦૦/- ની તોડી લુટ કરી કુલ મુદામાલ કી.રૂ.61,500/- લુટ કરેલ
અને ફરીયાદી તથા સાહેદોને આરોપીઓએ ભેગા થઈ ગળદા પાટુનો માર મારેલ અને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ રાજપીપલા


Share

Related posts

સુરત ખાતે વાહન ચોરીના ગુનામાં પકડાયેલ તથા મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ રીઢા ચોરને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો….

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના દમલાઇ ગામે ઘરની પાછળના રૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીનનાં પાક કૃત્યો સામે રોષ વ્યક્ત કરી ચાઈના બનાવટનાં મોબાઈલ અને ટીવી જાહેરમાં તોડીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!