ભરૂચ જિલ્લામાં ૪૧૩ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ ચૂંટણી યોજાઈ હતી. હવે મતદાનની ગણતરી તા.૨૧ મી ના મંગળવારના રોજ સવારે મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાશે.
જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી મળેલ વિગતો અનુસાર જિલ્લાના નવ તાલુકાની મતગણતરી સ્થળની વિગતવાર માહિતી જોઇએ તો જંબુસર તાલુકા માટે જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- જંબુસર, આમોદ તાલુકા માટે શાહ એન.એન.એમ ચામડીયા હાઇસ્કૂલ- આમોદ, ભરૂચ તાલુકા માટે કે.જે.પોલીટેકનીક કોલેજ (સીવીલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ) સીસીજી-૬ તથા ૭ – ભરૂચ, વાગરા તાલુકા માટે પ્રાથમિક કુમાર શાળા- વાગરા, અંકલેશ્વર તાલુકા માટે ઇ.એન.જીનવાલા હાઇસ્કૂલ ( ચિત્રકલા ખંડ) અને શારદા ભવન હોલ ( કોન્ફરન્સ હોલ ) – અંકલેશ્વર, હાંસોટ તાલુકા માટે એમ.એમ.માકુવાલા હાઇસ્કૂલ- હાંસોટ, ઝઘડીયા તાલુકા માટે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ- ઝઘડીયા, વાલીયા તાલુકા માટે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ- વાલીયા તેમજ નેત્રંગ તાલુકા માટે શ્રીમતિ એમ.એમ.ભકત હાઇસ્કૂલ ( સાંસ્કૃતિક હોલ) – નેત્રંગ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી સવારે 9વાગ્યાથી હાથ ધરાશે.