Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૭૪.૪૦ ટકા મતદાન નોંધાયુ.

Share

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની ગતરોજ તા.૧૯ મી ના રોજ યોજાયેલ ચુંટણીમાં સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં ૭૪.૪૦ ટકા મતદાન થયુ હતુ. ગ્રામ પંચાયતોની ચુંટણીને લઈને છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મતદારોમા લોકશાહીનું મહાપર્વ ઉજવવાનું ઉત્સાહ જણાયો હતો. તાલુકાના વિવિધ ગામોએ મતદાન મથકો પર પોતાના મતાધિકારનો હક અને નૈતિક ફરજ બજાવવા મતદારો ઉમટી પડ્યા હતા.

સવારે ૭ વાગ્યે શરુ થયેલ મતદાન પ્રક્રિયામાં ઠંડીના કારણે તડકો નીકળ્યા પછી મત આપવા મતદારોની લાઇનો લાગેલી જોવા મળી. જોકે મતદાન શરુ થયાના સમયે શરુઆતમાં પણ લોકો મતદાન કરતા નજરે પડ્યા હતા.

પાવી જેતપુર તાલુકાના પાવી જેતપુર, સજવા, રાજપુર, ભીંડોલ, સાલોજ, પાણીબાર વિ.પંથકના ગામોના મતદાન મથકો પર મતદાન કરવા આવેલા મતદારો ઉત્સાહથી મતદાન કરતા જોવા મળ્યા. એકંદરે શાંતિમય માહોલ વચ્ચે મતદાનની શરૂઆત થઈ હતી. પ્રારંભમાં ધીમી ગતિએ શરૂ થયેલ મતદાન પ્રક્રિયામાં ધીમે ધીમે વેગ આવતા સાંજ સુધીમાં સારુ એવુ મતદાન થયુ હતુ. ચૂંટણીમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ કર્મીઓએ ફરજ બજાવી હતી. ચુંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ ચુંટણી કર્મચારીઓએ સવારથી લઇને મતદાન પૂર્ણ થતા સુધી મતદાન મથકો પર ફરજ બજાવી હતી. કર્મચારીઓ તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન થતા તંત્રએ રાહત અનુભવી હતી.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જુના દિવાના વશી ફળીયામાં *લૂંટ વિથ મર્ડરની ઘટના* સામે આવતા ચકચાર

ProudOfGujarat

માંગરોળ : વેલાછા પ્રાથમિક શાળામાં અમેરિકામાં સ્થાયી અને વેલાછાના પનોતા પુત્ર ડો. ભરતભાઈ મોદી દ્વારા બાળકોને યુનિફોર્મ અને નોટબુક આપી.

ProudOfGujarat

ભાવનગરના મેવાસા ગામ પાસે ટાયર ફાટતાં ટ્રક પલટી જતાં 7 લોકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!