ભરૂચ જીલ્લામાં ગતરોજ તા.19/12/21 ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. આ ચુંટણીમાં લોકોએ ઉત્સાહજનક મતદાન કર્યું હતું. 70 ટકા કરતાં વધુ મતદાન નોંધાતા મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હોવાનું સ્પષ્ટપણે જણાય રહ્યું છે ત્યારે હવે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોની લોકોને ઇન્તેજારી હોય તે સ્વાભાવિક બાબત છે ત્યારે આવતીકાલે તા.21/12/21 ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીની ગણતરી થવાની છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ શું આવશે તે અંગે લોકોમાં હાલ ઇન્તેજારી જણાય રહી છે.
ભરૂચ પંથકના પંચાયતોની ચૂંટણીનાં પરિણામ એટલા માટે પણ મહત્વના છે કે દરેક ગામમાં આમનેસામને બબ્બે પેનલ હરીફાઈમાં છે ત્યારે કઈ પેનલને કેટલા મત મળે છે તેની પર રાજકીય અગ્રણીઓની પણ નજર છે જેના પગલે ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ મહત્વની સાબિત થઈ રહી છે સાથે જ આ ચૂંટણી ખૂબ રસાકસી ભરેલ સાબિત થઈ હોવાથી જિલ્લાના પ્રત્યેક ગામમાં ચૂંટણીના પરિણામ અંગે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.