ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા યોજાયા હતા. આ ધરણાનો મુખ્ય વિષય તાજેતરમાં લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હતું જે અંગે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આજે ભરૂચ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ધરણા યોજાઈ ગયા હતા.
તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થતાં અનેક વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારીઓ અને હજારો રૂપિયા ક્લાસીસમાં બગાડી અને પોતાનો અમુલ્ય સમય બગાડીને પોતાની કારકિર્દી બનાવવા માટે મથી રહેલા યુવાનો દર પરીક્ષા વખતે માનસિક આધાત અનુભવે છે આથી ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાની ઉપસ્થિતિમાં આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલાઓ તેમજ અન્ય ઉપસ્થિતોએ વિદ્યાર્થીઓને ન્યાય આપો તેમજ પેપર ફોડ સરકાર હાય હાય ના નારા સાથે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ધરણા યોજાયા હતા જેમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓને વાચા આપવામાં આવી હતી.
હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક કાંડને લઈ ભરૂચ કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો.
Advertisement