ગોધરા તાલુકાના પી.આઈ, પીએસઆઇ સહિત પોલીસ ટીમે બાતમીના આધારે ગોધરા તાલુકાના ચચેલાવ ગામેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી વડોદરા પાસિંગની ખાનગી ટ્રાવેલ્સને આંતરીને સધન તપાસ કરવામાં આવી હતી, જેમાં ટ્રાવેલ્સના આજુબાજુમાં આવેલ સીટના વચ્ચેના ભાગમાં ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3211 બોટલ મળી આવી હતી. ગોધરા તાલુકા પોલીસે ઇંગ્લિશ દારૂ અને ખાનગી ટ્રાવેલ્સ સહિત કુલ 9.25 લાખનો મુદ્દામાલ સાથે રાજસ્થાનના ઉદેપુરના બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે.
પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલની 31 મી ડિસેમ્બરને અનુલક્ષીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી લવાતા દારૂ અંગે પ્રોહીબીશનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કડક સૂચના આપવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને ગઈકાલે ગોધરા તાલુકા પોલીસ પી.આઈ એમ કે ખાંટ અને રીડર બ્રાન્ચ પીએસઆઇ પી. એન. સિંઘએ ગોધરા તાલુકાના ચચેલાવ ગામે વોચ ગોઠવી હતી ત્યારે એક ખાનગી ટ્રાવેલ્સ બસ નં. GJ06XX0664 ને આંતરીને સધન તપાસ હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂ ભરેલ હોવાનું જાણવા મળતા પોલીસે ખાનગી ટ્રાવેલ્સને ગોધરા તાલુકા પોલીસ મથકે આવી વધારે તપાસ હાથ ધરી હતી. ખાનગી ટ્રાવેલ્સ બસના ભાગે સ્પેશિયલ ખાનું બનાવાયું હતું ખાનગી ટ્રાવેલ્સના ચાલક કિશનલાલ લોગરલાલ ચૌહાણ/મેઘવાલ ગામ કરડા, ગોવિંદા, ઉદેપુર, રાજસ્થાન અને કાલુલાલ ભુરાજી મેઘવાલ, ગામ. સદ્દા, ગોબુંદા, ઉદેપુર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી. આ ખાનગી ટ્રાવેલ્સની સીટની આજુબાજુના વચ્ચેના ભાગે બનાવેલા સ્પેશિયલ ચોરખાનામાથી વિદેશી દારૂની બોટલ નંગ 3211 જેની કિંમત 9.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હત. પકડાયેલા આરોપી વિરુદ્ધ વિદેશી દારૂનો ગુન્હો દાખલ કરી તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી
ખાનગી ટ્રાવેલ્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતાં બે આરોપીઓ ઝડપાયા.
Advertisement