પંચમહાલ જિલ્લામાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની દુર્ઘટના સર્જાઇ હતી જેમાં ફેકટરીમાં કામ કરતાં મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે મજૂરોને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય ઇજાગ્રસ્ત મજૂરોને મળવા માટે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર આવી પહોંચ્યા હતા.
ફેક્ટરીમાં બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા બંને મજૂરોને સારી સારવાર આપવામાં આવે અને તેઓના પરિવારને સાંત્વના આપવા માટે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના મંત્રીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બ્લાસ્ટ દુર્ઘટનાને લઈને તેઓ સતત ચિંતિત છે અને તેમના પરિવારોને સાંત્વના પાઠવી હતી. ઇજાગ્રસ્તોને સારામાં સારી સારવાર આપવામાં આવે એવું પણ જણાવ્યું હતું અને આગામી દિવસોમાં પરિવારજનોને સહાય આપવામાં આવે તેઓ પણ ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં આવેલી ખાનગી કંપનીઓમાં અવારનવાર આ પ્રકારની બ્લાસ્ટની ગંભીર ઘટનાઓ બનતી હોય છે જેમાં અનેક વખત મજૂરી કરનાર પરિવારના મુખ્ય આવકનો સ્રોત ગણાતા વ્યક્તિનો પણ નિધન થતું હોય છે આવા સમયે સરકાર દ્વારા કોઈપણ જાતની પરિવારને સહાય કરવામાં આવતી નથી. પ્રથમ વખત આરોગ્ય વિભાગ દ્વારા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યું છે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે સરકાર સરકાર દ્વારા ખરેખર દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને સહાય ચુકવવામાં આવે છે કે કેમ???
પંચમહાલની ફેક્ટરીમાં બ્લાસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત બે મજૂરોની આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે મુલાકાત લીધી.
Advertisement