ઓમીક્રોન વાયરસનો હાહાકાર વિશ્વમાં ફેલાઈ ગયો છે ત્યારે વડોદરા સુધી ઓમીક્રોનના દર્દી જણાતા હવે ભરૂચ જિલ્લાના રહીશોએ પણ ખૂબ સાવધ રહેવાની જરૂર જણાઈ રહી છે.
વડોદરાના ફતેપુરામાં ઇસ્ટ આફ્રિકાના ઝાન્બિયાથી આવેલા 75 વર્ષીય પુરુષ અને 67 વર્ષીય મહિલા એમ 2 મુસાફરોનો ઓમિક્રોન પોઝિટિવ આવતા વડોદરા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. નોન હાઇરિસ્ક કંન્ટ્રીમાંથી આવેલા લોકો કોરોનાના ઓમિક્રોન પોઝીટીવ આવતા હવે વડોદરાના સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. તેઓ 7 ડિસેમ્બરે વડોદરા આવ્યા હતા. 12 ડિસેમ્બરે તેમનો કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાદમાં આજે જીનોમ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. બંનેના આર.ટી.પી.સી.આર રિપોર્ટ પોઝિટિવ આવતાં જીનોમ સિક્વન્સ માટે નમૂના ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. બંને દર્દીઓને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા માટે જણાવવામાં આવ્યુ છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.