વડોદરામાં દાંડિયાબજાર ફાયર સ્ટેશનની જૂની જર્જરિત બિલ્ડિંગને ડિમોલિશન કરવાની કામગીરી દરમિયાન ગઈકાલે સાંજે બિલ્ડિંગનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ બાજુમાં આવેલી હીરા વિલા બિલ્ડિંગના દરવાજા પર પડ્યો હતો. ઇમારતનો કાટમાળ તૂટી પડતાં સાત લોકો ફસાયા હતા.
વડોદરામાં ગઇકાલે સાંજે હીરા વિલા એપાર્ટમેન્ટમાં ઇમારતનો કાટમાળ આપોઆપ તૂટી પડતા મુખ્ય દરવાજો બંધ થઈ ગયેલો હતો અને આ એપાર્ટમેન્ટમાં બે પરિવારના સાત સભ્યો ફસાયા હતા. આ ઘટનાની જાણ થતા તુરંત જ ફાયર બ્રિગેડના ઓફિસરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લોકોના જાન-માલની ચિંતા કરી તેઓને બચાવની કામગીરી તરત જ શરૂ કરી દીધી હતી. વડોદરાના દાંડિયાબજાર ફાયર બ્રિગેડ ચાર રસ્તા વિસ્તારમાં જૂની ઇમારત તોડતી વખતે આ દુર્ઘટના બનવા પામી હતી જેમાં ઇમારતનો કાટમાળ તૂટી પડતાં બે પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા. ફસાયેલા તમામ સભ્યો પોતાના ઘરમાં સુરક્ષિત રહે તેઓ ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું. ત્યારબાદ સ્નોરકેલની મદદથી અહીંના રહેવાસીઓને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગ પર સ્લેબ ધરાશાયી થતાંની સાથે જ નાસભાગનાં દ્રશ્યો સર્જાયાં હતાં.
વડોદરાના દાંડિયા બજાર ફાયરબ્રિગેડની જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં સાત લોકો ફસાયા.
Advertisement