આજરોજ રાજપીપલા કોર્ટમાં નર્મદા જિલ્લા બાર એસોસીએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સતત સાતમીવાર વંદના ભટ્ટ ચૂંટાયાહતા જયારે ઉપપ્રમુખ તરીકે પહેલીવાર સાજીદ મલિક ચૂંટાયા હતા. જયારે મંત્રીપદ માટે કોઈએ પણ ઉમેદવારી ન કરતાં સહમંત્રી તરીકે બિનહરીફ ચૂંટાયેલા આદિલભાઈ પંચાલ બન્નેની જવાબદારી સાંભળશે.
આજરોજ પ્રમુખ પદ માટે વંદના ભટ્ટ અને ભામિની રામીએ ઉમેદવારી નોંધાવી હતી. આ માટે કૂલ 117 મતદારો પૈકી 108 મતદારોએ મતદાન કર્યું હતું જેમાં વંદના ભટ્ટને સૌથી વધુ 85 મત મળ્યા હતા, જયારે ભામિની રામીને 21 મત મળ્યા હતા. જેમાં 02 મત રદ થયા હતા. જયારે ઉપપ્રમુખ પદ માટે એ ડી અગ્રવાલ અને સાજીદ મલિક કે ઉમેદવારી નોંધાવતા એ ડી અગ્રવાલને 44 મત અને સાજીદ મલિકને 61 મત મળતાં ઉપપ્રમુખ તરીકે સાજીદ મલિક ચૂંટાયા હતા જેમાં 03 મતો રદ થયાં હતા. ચૂંટણી કમિશનર તરીકે જાવેદ સૈયદ, બી એમ ચોક્સી અને પંચાલભાઈએ સેવા આપી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા