લીંબડી સિવિલ હોસ્પીટલ ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમ અર્તગત મહિનાના દર શુક્રવારે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાય છે ત્યારે આજે આ કેમ્પનું આયોજન લીંબડી હોસ્પીટલ ખાતે કરવામા આવ્યું હતુ.
ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ શાળાઓના ફરજ પરના ૩૦ વર્ષથી ઉપરની વયના લોકોની નિરામય ગુજરાત કાર્યક્રમ અર્તગત તમામ શિક્ષકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે ત્યારે દર મહિનાના શુક્રવારે આ આરોગ્ય તપાસણી કેમ્પ લીંબડી સિવિલ હોસ્પીટલ ખાતે કરવામાં આવે છે ત્યારે આજે જયારે શુક્રવાર હોય ત્યારે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે લીંબડીની સરકારી શાળાના શિક્ષકો પોતાના આરોગ્યની તપાસણી કરાવવા આવેલ હતા જેમાં બીપી, લોહિની તપાસ વગેરેની તપાસ કરવામાં આવી હતી તેમજ નિરામય ગુજરાત કાર્યક્રમ અર્તગત લોહિનું ઉચુ દબાણ, ડાયાબિટીસ, મોઢા, ગર્ભાસયના મુખનું કેન્સર કિડનીની બીમારી પાંડુરોગ, કેલ્શિયમની ઉણપ વગેરે રોગોને આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવેલ છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર