વડોદરાના ગોત્રી અને સમામાં સીનીયર સીટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી ઓટોરીક્ષામા પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી સોનાની ચેઇન ચોરનાર ગેંગને ગણત્રીની કલાકમા શોધી કાઢતી વડોદરા ક્રાઇમ પોલિસ. તા.૧૬ / ૧૨ / ૨૦૨૧ ના રોજ આ કામના ફરીયાદીબેન સવારના સાડા નવેક વાગ્યાના સુમારે અકોટા ડીમાર્ટથી ઓટોરીક્ષામાં રીક્ષામાં બેસી જવા નિકળેલા અને તેઓની સાથે રીક્ષામાં પાછળની સીટ ઉપર એક સ્ત્રી પુરૂષ નાના બાળક સાથે બેસેલ હતા અને રીક્ષા વોર્ડ નં -૧૧ પાસે આવતા આશરે પોણા દશેક વાગે ફરીયાદીબેનને તેઓની ગળામાં પહેરેલ સોનાની ચેઈન નહી જણાતા ફરીયાદીબેને બુમાબુમ કરતા રીક્ષા ચાલકે ફરીયાદીબેનને રીક્ષામાથી ઉતારી નાશી ગયેલા અને ફરીયાદીબેનની સોનાની ચેઈન ચોરીમા ગયેલ હોય જેથી આ બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ઉપરી અધિકારીઓ તરફથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે શોધી કાઢવાની સુચના પોલીસ ઇન્સપેકટર વી.બી.આલને સુચના આપવામાં આવેલ હતી. અનડીટેકટ બનેલ ગુના અંગે કાઇમ બ્રાંચે સીસીટીવી, ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ આધારીત ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સપેકટર વી.બી.આલ અને તેઓની ટીમે સતત તપાસ કરી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી રાજેશ દયારામ પરમાર દેવીપુજક રહે.રાજકોટ હાલ રહે.મહેમદાબાદ જી.ખેડાને અન્ય એક ઇસમ તથા એક યુવતી મળી કુલ ત્રણ આરોપીઓને ફરીયાદીબેનની ચોરી કરેલ સોનાની ચેઇન અને ગુનામાં ઉપયોગ કરેલ ઓટોરીક્ષા અને કટર સાથે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી ગોત્રી પોલીસ સ્ટેશનને આગળની વધુ તપાસ માટે સોંપવા અંગેની તપાસ કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમોએ બે દીવસ પહેલા પહેલા સમા રોડ વિસ્તારમાં મહીલાને પેસેન્જર તરીકે બેસાડી સોનાની ચેઇન નજર ચુકવી કટરથી કાપી ચોરી કરેલાની હકીકત જણાવેલ છે અને પકડાયેલ આરોપી રાજેશ દયારામ પરમાર દેવીપુજક અગાઉ અમદાવાદ, રાજકોટ અને ખેડા ખાતે કુલ ૧૭ જેટલા ચોરી, મારામારીના ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ તેની આ ગુનાહીત પ્રવૃતિના કારણે પાસામાં પણ ગયેલ છે. આરોપીઓમાં રાજેશ દયારામ પરમાર ( દેવીપુજક ) રહે. કુંભારખાણ તળાવ પાસે, ઝુપડપટ્ટીમાં મહેમદાબાદ જી.ખેડા મુળ રાજકોટ ( ૨ ) સાગર ચંદુભાઇ ચુડાસમા ( દેવીપુજક ) રહે.લોહાનગર, વાપરી વાસ, મવલી રેલ્વેફાટક પાસે, રાજકોટ 3 શિલ્પાબેન W / ૦ કરણભાઇ રાજુભાઇ પરમાર રહે.મહેમદાબાદ જી.ખેડા મુળ રહે.ઘંટાઘર સબજી મંડી , દિલ્હી ૪ કબ્જે કરેલ મુદ્દામાલ ( ૧ ) સોનાની ચેઇન -૦૧ કી.રૂ .૪૦,૦૦૦ /- ( ૨ ) ઓટોરીક્ષા -૧ ( ૩ ) મો.ફોન -૧ ( ૪ ) કટર- ૧ ( ૫ ) રોકડા રૂપીયા ૧૫,૦૦૦ /- મળી કુલ કિ.રૂ .૧,૧૦,૦૨૦ /- ડીટેકટ થયેલ ગુનાની વિગત ( ૧ ) ગોત્રી પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૧૯૬૦૦૪૨૫૦૮૬૧/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબ ( ૨ ) સમા પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૧૯૬૦૦૪૨૧૦૭૦૨/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબ ગુનાની એમ.ઓ બે આરોપીઓ મહિલા સાથે વડોદરા આવી એકલ – દોકલ જઇ રહેલ મહિલાને પેસેન્જર તરીકે આરોપી સ્ત્રી અને પુરૂષ વચ્ચે બેસાડી સામાન વચ્ચે રાખીને ભોગ બનનાર મહિલાઓની નજર ચુકવી તેમના ગળામાં પહેરેલ સોનાની ચેઇન તેઓ પાસેના કટર વડે કાપી ચોરી કરવાની પ્રવૃતી પોતાના આર્થીક ફાયદા સારૂ કરતા હોવાની હકિકત જણાઇ આવેલ છે.