નાંદોદ તાલુકાના જેતપુર ગામની સીમમાં વૃધ્ધ મહિલાના અનડીટેક્ટ મર્ડર કેસને એલ.સી.બી. નર્મદા પોલીસે ડીટેક્ટ કરી મર્ડર કેસના આરોપીને ઝડપી પાડી રાજપીપલા પોલીસને સોંપી દેવાયો છે. જેમાં હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાએ જીલ્લામાં બનતા શરીર સબંધી તેમજ મિલ્કત સંબંધી ગુનાઓને અંકુશમાં રાખવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચનાને પગલે રાજેશ પરમાર, ના.પો.અધિ. રાજપીપલા વિભાગના સુપરવિઝન હેઠળ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા એલ.સી.બી. ટીમે વેરીસાલપુરા ગામની વૃધ્ધ મહિલા મનુબેન લાલાભાઈ વસાવાની જેતપુર ગામની સીમમાં ઢોરો ચરાવવા ગયેલ. જે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે તેને લાકડીના માથામાં ફટકા મારી મારી નાખી ખુન કરેલ. જેઅંગે રાજપીપલા પોલીસ મથકે તા.૧૨/૧૨/૨૦૧૧ના રોજ ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ દરમ્યાન વેરીશાલપુરા ગામમાં તથા જેતપુરગામની સીમમાં તપાસ કરવામાં આવેલ તેમજ ખાનગી બાતમીદારોથી તેમજ આજુબાજુના ખેતરનામાં કામ કરતા મજુરો તથા ગાયો ચરાવતા ગોવાળોની ઘનિષ્ઠ પુછપરછ કરતાં શકદાર હિમ્મતભાઇ જેઠાભાઇ વસાવા (રહે. ખામર તા.નાંદોદ )એ કરેલ હોવાની બાતમીને આધારે આરોપીની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે મરનાર સાથે ઝગડો થેયલ જે બાબતે તેણે લાકડી માથામાં ફટકા મારી મોત
નિપજાવેલાની હકીકત જણાવી ગુનાની કબુલાત કરેલ. જેથી આરોપી હિમ્મતભાઇ જેઠાભાઇ વસાવા (રહે. ખામર તા.નાંદોદ જી.નર્મદા)ને ગુનાના કામે રાજપીપલા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા