હાલમાં સરકારી ભરતી બાબતે પરીક્ષાઓ લેવાઈ રહી છે જેમાં ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાની બુમ પણ ઉઠે છે જેમાં હિંમતનગરમાં બનેલી આવી ઘટના બાબતે આજરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા રાજ્યપાલને સંબોધીને પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યુ !
આવેદનમાં જાણવામાં આવ્યું કે ગુજરાત સરકારમાં ગૌણ સેવા પસંદગી મંડળથી થતી. ભરતીમાં વારંવાર કૌભાંડ કરી વર્ગ-૩ ની નોકરીઓ માટે વર્ષોથી રાત દિવસ મહેનત કરતા લાખો બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. છેલ્લા ૬-૭ વર્ષ માં LRD, પંચાયત તલાટી, સબ ઓડીટર, બિન સચિવાલય ક્લાર્ક, મુખ્ય સેવિકાના બે ચીટનીશ, ટેટ, ટાટ, વન રક્ષક સહીત અગાઉ ૯ થી વધુ ભરતીઓનાં પેપર લીક થયા છે અને હાલમાં જ રવિવારે લેવાયેલ હેડ ક્લાર્કની ભરતીમાં પેપર લીકની ઘટના સામે આવી છે. જેમાં જ્ઞૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સહીત ભાજપના મોટા નેતાઓની સંડોવણી સામે આવેલ છે. છતા તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ગૌણ સેવા પસંદગી મંડળ ભારતીઓમાં ગુપ્તતા, પારદર્શકતા સહીતની જવાબદારી જેમના પર છે તેવા ચેરમેન જાતે પેપરલીક કરતા હોય, તો બેરોજગાર યુવક યુવતીઓના વર્ષોની મહેનત પર પેપર લીક કૌભાંડોને કારણે પાણી ફરે છે. કુદરતની થાપટો વચ્ચે આર્થિક ગરીબ પરિવારોમાંથી આવતા યુવાનોનાં માતા પિતાની કમરતોડ મહેનત પર આવા કૌભાંડોથી છેતરાયા છે અને પાણી ફરે છે.
તાહિર મેમણ