Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના બે વિદ્યાર્થીઓની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એથલેટિક્સની ટીમમાં પસંદગી.

Share

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ઉપક્રમે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એથલેટિક્સની ટીમ પસંદગી માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અત્રેની શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરના બે વિદ્યાર્થીઓએ ૧,૫૦૦ મીટર દોડ અને ૧૦૦૦૦ મીટર દોડમાં ભાગ લીધો હતો. જેમાં બંને ખેલાડી દાઉદ ગામિત અને મકવાણા વિશાલ પ્રથમ ક્રમે આવી યુનિવર્સિટીના ટીમમાં પસંદગી પામ્યા છે. આ સ્પર્ધાનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ખેલ મેદાનમાં કરવામાં આવ્યું હતું. હવે તેઓ ઓલ ઇન્ડિયા એથ્લેટીકસ રમવા માટે મેંગ્લોર જશે. વિશાલ મકવાણા ‘ ખેલો ઇન્ડિયા’ના ગોલ્ડ મેડાલિસ્ટ છે. જુનિયર નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છે. વિશાલ મકવાણાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ” દસ હજાર મીટર દોડમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટીમ પસંદગીમાં દસ હજાર મીટર દોડમાં પ્રથમ આવવાની સિદ્ધિ મળી છે. તે માટે શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના વિદ્યાર્થી તરીકે ગૌરવ અનુભવું છું. અમોને કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ કે એસ ચાવડાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અમારા જેવા ટેલેન્ટેડ તથા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ માનનીય ધારાસભ્ય ઈશ્વરભાઈએ નવા નામે શરૂ કરી છે અને અને આશા છે કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવા માટે તેમનો સહયોગ પ્રાપ્ત થશે અને તેના માટે હું કઠોર પરિશ્રમ કરી રહ્યો છું. ” અને ગામિત દાઉદ ત્રણ વખત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં સહભાગી થયા હતા.

ગામિત દાઉદે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, ” ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ આવવાની સિદ્ધિ મળી છે. પરંતુ એના મૂળમાં મારી સખત પ્રેક્ટિસ છે. આના પહેલા પણ મને ગોલ્ડ મેડલ મળી ચૂક્યા છે. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજને સિદ્ધિ અપાવવામાં પાછી પાની નહીં કરું. અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આ કોલેજને બંધ ન થવા દેતા ટેકઓવર કરીને અમારા જેવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનાવી છે. નેશનલ-ઇન્ટરનેશનલ રમવાનું સ્વપ્ન સેવું છું. આ કોલેજમાંથી મને યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે. ” આ બંને ખેલાડીઓને આ સ્પર્ધા માટે શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા પ્રો.ડો.મનેષ પટેલે કોચિંગ આપ્યું હતું અને કાર્યકારી આચાર્ય ડૉ કે એસ ચાવડાએ પ્રોત્સાહન આપ્યું હતું. તેમની આ સફળતા માટે તેને શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન તથા અંકલેશ્વર-હાંસોટના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે અભિનંદન પાઠવ્યા છે. તથા કોલેજના સંચાલકશ્રીઓ ચિરાગ શાહ, બળવંતસિંહ પટેલ તથા ચિરાગ પટેલ અને કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. કે. એસ. ચાવડા અને કોલેજના સ્ટાફગણે આ સફળતા માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.

Advertisement

Share

Related posts

કોંગ્રેસના જીગ્નેશ મેવાણી 1200 વોટથી આગળ, જાણો ભાજપના અલ્પેશ અને હાર્દિકના હાલ.

ProudOfGujarat

સુરત : વેક્સિનેશન મામલે મેડીકલ ઓફિસર હોબાળો મચાવી સાથે ઝપાઝપી કરનાર ‘આપ’ ના મહિલા કોર્પોરેટર સાથે તેના પતિની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી. માં આવેલ કંપનીનાં વેર હાઉસમાંથી ૨૨ લાખ રૂપિયાનો સામાન ચોરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!