હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ પેપર લીક થયું હોવાની કબૂલાત કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. પેપર લીક મામલે મોડી રાત્રે પ્રાંતિજમાં FIR દાખલ કરવામા આવી હતી. FIR માં 10 લોકો આરોપી તરીકે પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી 10 માંથી 6 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. આ કેસમાં હજી 4 આરોપીની શોધખોળ ચાલુ છે. FIR માં વધુ નામો ખુલે તો તેમને પણ આરોપી બનાવવાનો ઉલ્લેખ કરાયો છે. ખાસ કરીને આ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને છટકી જવાની તક ન મળે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. આ મામલે તપાસને લઇને પોલીસની 24 ટીમ બનાવાઇ છે. લગભગ 88 હજાર લોકોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી. યુવાનોએ નોકરીનાં સપના જોયા હોય એવી આશાથી યુવાનો મહેનત કરતા હોય છે, ત્યારે આવી ઘટના એક મોટો પ્રશ્ન ઉભો કરે છે. આ પેપર લીકનાં મામલે પોલીસે 3 દિવસ અલગ-અલગ તપાસ કરી છે.
આરોપીઓનાં નામ :
મહેશ કમલેશભાઇ પટેલ, અમદાવાદ
ચિંતન પ્રવીણભાઇ પટેલ, પ્રાંતિજ
ધ્રુવ ભરતભાઇ બારોટ, બેરણા
દર્શન કિરીટભાઇ વ્યાસ
સુરેશ પટેલ
કુલદિપ નલીનભાઇ પટેલ, હિંમતનગર