Proud of Gujarat
FeaturedGujaratINDIA

આકર્ષક ઇનામોની કુપનો બતાવી સામાન્ય ગ્રાહકો સાથે વધુ એક છેતરપિંડીની ફરિયાદ…જાણો.

Share

રાજપીપલા સહીત નર્મદામા જુદા જુદા ઠેકાણે આકર્ષક ઇનામોની કુપનો બતાવી સામાન્ય ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના વધતા જતા કિસ્સાથી પોલીસ હરકતમાં આવી ગઈ છે. આકર્ષક ઇનામોની કુપનો બતાવી સામાન્ય ગ્રાહકો સાથે વધુ એક છેતરપિંડીની ફરિયાદ રાજપીપલા પોલીસમા નોંધાઈ છે.જેમાં રાજપીપલા ચિત્રકુટ સોસાયટીના રહીશની રૂ.3500/- ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ફરીયાદી પ્રવિણકુમાર રતનભાઈ પટેલ (રહે.ચિત્રકુટ સોસાયટી કાળીયાભુત પાસે રાજપીપલા) એ આરોપીઓ (૧) અબ્દુલભાઈ રહીમભાઈ ગુલામનબી દિવાન (રહે.આણંદ કોહીનુર સોસાયટી ઇસ્માઇલ નગર પાસે તા.જી.આણંદ) (૨) અફઝલ યાકુબ મેમણ (રહે.ભરૂચ વેજલપુર પારસીવાડ મકાન નંબર ૨/૧૧ તા.જી.ભરૂચ) (3) ઇકો ફોરવ્હીલ ગાડી લઇને આવેલ ઇસમ મીનહાજ યુનુસ મન્સુરી (રહે.રણછોડરાય નગર એ-A-૯ અંક્લેશ્વર સુરતી ભાગોળ તા.અંકલેશ્વર જી. ભરૂચ) સામે ફરિયાદ નોંધાય છે.

Advertisement

બનાવની વિગત અનુસાર આરોપીઓ પોતાની કબજાની ફોરવ્હીલ ગાડી નંબર GJ 15CF4426 માં બેસી આવી રોડ ઉપર આરોપીએ ગાડી ઉભી રાખી અન્ય આરોપીઓ ફરીયાદીના મકાન ઉપર આવી દ્વારા આકર્ષક ઇનામોની કુપનો બતાવી લોભામણી વાતો કરી ફરીયાદીને વિશ્વાસમાં લેતા ફરીયાદીએ LED TV લેવા જણાવતા ઇસમો દ્વારા એક ઇનામના એડવાન્સમાં ત્રણ હજાર રૂપિયા ભરવા અને બેંક પાસે ઉભેલ ટેમ્પામાથી માલ તથા બીલ સાથે તેમનો માણસ આપવા માટે આવતો હોવાનુ જણાવી ફરીયાદી પાસે એડવાન્સમાં ઇનામના રૂ.૩૦૦૦/- તેમજ ત્રણ ટીકીટના રૂ.૩૦૦/- આપવાનું જણાવી ફરીયાદી પાસે રૂપિયા છુટ્ટા ન હોવાથી પાંચસોના દરની ૭ (સાત) ચલણી નોટ મળી કુલ્લે રૂ.૩૫૦૦/-રોકડ આપતા બંન્ને ઇસમો માણસ ટેમ્પામાંથી વસ્તુ લઇને આવે છે તેમ જણાવી ફરીયાદીની નજર ચુકવી બહાર રોડ ઉપર ઉભેલ સહ આરોપી મીન્હાજ યુનુસ મન્સુરીની ઇકો ફોરવ્હીલ ગાડી નંબર G 15CF4426 માં બેસી ભાગી જઇ ફરીયાદીને ઇનામ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

હાંસોટ : કોરોના વાઈરસને પગલે લોક ડાઉન થતાં પોલીસે લાલ આંખ કરતાં ફોર વ્હીલર સહિત ૩૨ જેટલા વાહનો ડીટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ProudOfGujarat

મહિલા ટી-20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવનાર રાધા યાદવ રહે છે ભાડાના મકાનમાં, પિતા ચલાવે છે દુકાન

ProudOfGujarat

જામનગરમાં સમર વેકેશન નિમિતે ગરબાની વિનામૂલ્યે તાલીમ આપતું રૂદ્રાક્ષ દાંડિયા કલાસીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!