સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો જંગ જામતો જાય છે ત્યારે 10800 કરતાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શાંતિપ્રિય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચાંપતી નજર રાખી નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીબંડી તથા ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજકીય કવાયત હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી ભલે રાજકિય પક્ષના પ્રતિક પર લડતી નથી પરંતુ રાજકીય પક્ષ ચૂંટણી જંગમાં તેના ઉમેદવારો ઊભા રાખી ગ્રામ પંચાયતમાં કબજો મેળવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
આ ઉપરાંત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો વિજય બનાવવા કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે. હાલ રાજકીય પક્ષ પોતાના પક્ષના ઉમેદવારો તરફથી ગ્રામજનોને આકર્ષવા શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી ગ્રામ પંચાયત પોતાના તાબામાં રાખવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે લીંબડી તાલુકા સેવા સદન ખાતે સ્થાનિક પ્રશાસન દ્વારા શાંતિપ્રિય માહોલમાં ચૂંટણી યોજાય અને કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ ગેરરીતિ ન થાય તે માટે પૂરતી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર