અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક પછી એક વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ હરીનગર સોસાયટીમાં સાડા ત્રણ લાખ ઉપરાંતના ખર્ચે બનનાર આર.સી.સી રોડના કામનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે કરવામા આવ્યું હતું. આ રસ્તો સાકાર થતા રહીશોને આગવી સુવિધા અને સગવડ પ્રાપ્ત થશે. આ પ્રસંગે વોર્ડના સભ્ય ભાવેશભાઇ કાયસ્થ, શિલ્પાબેન સુરતી, વિરલબેન મકવાણા હરિનગર સોસાયટીના પ્રમુખ દિપકભાઇ પટેલ તેમજ હરિનગર સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement