ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એન.પી.ચૌધરીના અધ્યક્ષપદે તાજેતરમાં નર્મદા જિલ્લા ન્યાયાલય સહિત તાબાની તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાઇ હતી.
આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, એનઆઇ એક્ટ કલમ- ૧૩૮, એમએસીટી કેસો, મજૂર વિવાદ હેઠળના કેસો, લગ્ન વિવાદો (છૂટાછેડા સિવાયના કેસો), જમીન સંપદનના કેસો, સેવા સંબંધિત બાબતો જેવી કે પગાર અને ભથ્થાઓ અને નિવૃત્તિ લાભો, મહેસૂલ કેસો અને અન્ય નાગરિક કેસો (ભાડુ, ભરણ પોષણ દ્વારા ઇઝમેન્ટરી રાઇટ્સ, મનાઇ હુકમ, અન્ય વિશિષ્ટ કેસો) સમાધાન માટે મુકવામાં આવેલ અને તેમાંથી પ્રિ-લિટીગેશનના કુલ-૨૯૬ કેસો અને પન્ડીગ કેસો પૈકી ૧૩૯ કેસો તેમજ સ્પશીયલ સિટીંગના ૩૫૨ સહિત કુલ-૭૮૭ કેસોનો નિકાલ કરાયો હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ જે.એ.રંગવાલાએ જણાવ્યું હતું
જ્યોતિ જગતાપ, રાજપીપલા