Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાંકલ : માંગરોલ તાલુકાની 53 ગ્રામપંચાયત માટે પ્રિસાઇડીંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ફિમેલ પોલિંગની તાલીમ યોજાઈ.

Share

આજરોજ માંગરોળ તાલુકાની 53 ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી 2021 માટે તાલુકા મથક માંગરોલ મુકામે આવેલ એસ પી એમ હાઈસ્કૂલ ખાતે, તેમજ માંગરોલ ટાઉન હોલ ખાતે સવારે તેમજ બપોરે બે સેશનમા 250 પ્રિસાઇડીંગ ઓફિસર,આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરની, 300 ફિમેલ પોલિંગ સ્ટાફ, તેમજ રિસીવિંગ, ડીસ્પેચિંગ, કાઉનટીંગ સ્ટાફને તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવેલ હતી.

આ તાલીમમાં માંગરોળના ઇન્ચાર્જ મામલતદાર કે એમ રણા, નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમાર, ચૂંટણી ક્લાર્ક ધર્મેશભાઈ ચૌધરી તમામ ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી હાજર રહ્યાં હતાં. માસ્ટર ટ્રેનર ટીમ માંગરોલ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. તાલીમમાં અગત્યના વિવિધ કવરો, મતપેટી આનુસંગિક ચૂંટણીલક્ષી કામગીરી બાબતે તેમજ કાઉન્ટિંગ સ્ટાફ, રિસિવિંગ, ડીસ્પેચ સ્ટાફને તાલીમ દ્વારા માહિતગાર કરવામાં આવેલ હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

જ્યોતિ સક્સેના આ દિગ્ગજ અભિનેત્રીને પોતાની પ્રેરણા માને છે, આવો જાણીએ કોણ છે આ અભિનેત્રી

ProudOfGujarat

ભરૂચ : જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે મંદિરના અગ્રણીઓ દ્વારા રથયાત્રા મોકૂફ રાખવા લેવાયો નિર્ણય.

ProudOfGujarat

ઝઘડિયાના કદવાલી અને ચોકી ગામ વચ્ચે બાઇક સવાર ઇસમોએ ટ્રક ચાલકને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!