Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાગબારા તાલુકાના ડાબકા ગામે ફરીયાદીની સંયુકત જમીનની માલીકી ઉપર બોજો ચઢાવી દેતા બે આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ.

Share

જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એ કહેવત સાગબારા તાલુકા સાર્થક થઈ છે જેમાં સાગબારા તાલુકાના ડાબકા ગામે ફરિયાદી અને તેના પિતાજીના નામની ખોટી સહી કરી ફરીયાદીના મૃતક ફોઈના નામની ખોટી સહી અંગુઠો લેવાનું ષડયંત્ર ઝડપાયું છે.

આ અંગે ફરીયાદી રામસિંગભાઈ મારગીયાભાઈ વસાવા (રહે.ડાબકા નિશાળ ફળીયુ,તા.સાગબારા)એ આરોપી ઈનેશભાઈ અર્જુનભાઈ વસાવા (રહે.ડાબકા નિશાળ ફળીયુ, તા.સાગબારા)સામે સાગબારા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં પ્રથમ ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી તથા આરોપી કૌટુંબિક કાકા – ભત્રીજા થતા હોય અને તેમની વડીલો પાર્જીતની સર્વે નંબર -૪૩ ખાતા નંબર-૧૪૪ વાળી જેનું ક્ષેત્રફળ ૨-૨પ-૮૨ (હે.આરે.ચો.મી) વાળી જમીનમાં આ કામના ફરીયાદીના પિતાજી કાયદેસરના હક્કદાર/વારસદાર હોવા છતા તેમની જાણ બહાર ફરીયાદીના પિતાજીના નામની ખોટી સહી કરી ફરીયાદીના ફોઈ મોંઘીબેન આટીયાભાઈ( રહે. ખોટારામપુરા તા.ઉમરપાડા જી.સુરત ) મરણ ગયેલ હોય તેમ જાણવા છતા તેના નામે ખોટો અંગુઠો કરી લોન લેવા માટે તા.૦૮/૦૭/૨૦૧૮ નારોજ નોટરી રૂબરૂ સંમતિ પત્રક બનાવી, સંમતિ પત્રક ખોટુ અને બનાવટી હોવાનું જાણવા છતા આ કામના આરોપીએ તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશન ગાંધીનગર પાસેથી રૂપિયા.૪,૦૦,૦૦૦/-(ચાર લાખ) ની લોન લઈ આરોપીએ આ કામના ફરીયાદીની સંયુકત જમીનની માલીકી ઉપર બોજો ચઢાવી દઈ આજદિન સુધી લોન ભરપાઈ નહી કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જયારે બીજી ફરિયાદમા ફરીયાદી રામસિંગભાઈ મારગીયાભાઈ વસાવા (રહે.ડાબકા નિશાળ ફળીયુ, તા.સાગબારા )એ અર્જુનભાઈ ભાદીયાભાઈ વસાવા( રહે.ડાબકા નિશાળ ફળીયુ તા.સાગબારા)સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી તથા આરોપી કુટુમ્બીક ભાઈઓ થતા હોય અને તેમની વડીલો પાર્જીતની ડાબકા ગામની સીમમાં આવેલ સર્વેનંબર-૯૧ જેનું ક્ષેત્રફળ ૩-૬૭-૭૨ (હે.આરે.ચો.મી) વાળી જમીનમાં આ કામના ફરીયાદી કાયદેસરના હક્કદાર/વારસદાર હોવા છતા તેમની જાણ બહાર આ કામના આરોપીએ ફરીયાદીની સંમતિ લીધા વગર બીજા વારસદારોની તા.૧૮/૦૬/૨૦૨૦ નારોજ નોટરી રૂબરૂ સંમતિ પત્રક બનાવી,આ કામના ફરીયાદીનુ વારસદારમાં નામ ન હોય તેવી સર્વે નંબર-૯૧ વાળી જમીના ગામના નમુના નંબર ૭X૧૨ ના જુના કટીયા રજુ કરી ધી.મોટા કાકડીઆંબા ગૃપ ખેડુત સેવા સહકારી મંડળી લીમીટેડ (ખે.સે.સ.મં.લી.)માંથી રૂપિયા.3,00,000/-(ત્રણ લાખ)ની લોન લઈ આ કામના ફરીયાદી નાઓની સંયુકત જમીનની માલીકી ઉપર બોજો ચઢાવી દઈ આજદિન સુધી લોન ભરપાઈ નહી કરી ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત સિલ્ક સિટીમાં આગ : કોઈ જાનહાનિ નહિ

ProudOfGujarat

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે નેત્રંગમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગ નવી વસાહત પાસે મકાનમાંથી લાખોની મત્તાનો ઇંગ્લિશ દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!