આપ યુથ વીંગ ગુજરાત ભરૂચ શાખા દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. આપ યુથ લીગ ગુજરાત ભરૂચ શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર અને આવેદનપત્ર પાઠવી હેડક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરિતી અંગે પગલા લઈ ભવિષ્યની પરીક્ષાઓ માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માંગણી કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર સરકાર દ્વારા સમાંતરે વિવિધ પરીક્ષાઓ લઈ ભરતીઓ કરવામાં આવે છે. આ પરીક્ષાઓ સાથે ગુજરાતના ૧૦ થી ૧૫ લાખ વિદ્યાર્થીઓ અને પરીવારો જોડાયેલા છે ત્યારે આ પરીક્ષામાં પારદર્શકતા જળવાઈ તે ખુબ જરૂરી છે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યા મુજબ તાજેતરમાં લેવાયેલ હેડકલાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષામા પેપર લીક થયુ હતુ એટલુ જ નહી પરંતુ હીમતનગરના એક ફાર્મ હાઉસમાં ૧૯ જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશ્યલ મિડીયા દ્વારા ભાવનગર, વડોદરા, કચ્છ વગેરે સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોંચી ગયુ હતુ. પેપર લીક થવાની આ પરંપરા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અન્યાય સમાન છે. હજારો રૂપિયા ક્લાસીસમાં બગાડી અને પોતાનો અમુલ્ય સમય બગાડીને પોતાની કારકિર્દી બનાવવા માટે મથી રહેલા યુવાનો દર પરીક્ષા વખતે માનસિક આધાત અનુભવે છે. પેપર લીક થવાના પગલે આવો માનસિક આઘાત વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં બનેલી આ ઘટના અંગે રજુઆત કરવામાં આાવી છે ત્યારે દોષિતો સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર દ્વારા પેપર લીક કરનારા સામે કાર્યવાહી થાય તેવી માંગણી આપ યુથ વીંગ ગુજરાત ભરૂચ શાખા દ્વારા કરવામાં આવી છે તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનિયતા જળવાઇ તેવા પ્રકારે આયોજન પાય તેવું ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે એમ આવેદનપત્રમાં જણાવાયું છે.