તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન થયું છે. 8 ડિસેમ્બરના રોજ, CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં વરુણ સિંહ એકમાત્ર બચી ગયા હતા. બુધવારે તે જીવનની લડાઈ હારી ગયા. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ યુપીના દેવરિયાના ખોરમા કનહોલી ગામના રહેવાસી હતા. તેમની વેલિંગ્ટનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બેંગ્લોર અને પુણેના ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા હતા. વરુણ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનનો બેચમેટ રહ્યા છે. તમિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં વરુણ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે હતાં. આ હેલિકોપ્ટરમાં સીડીએસના પત્ની સહિત કુલ 14 સભ્યો સવાર હતા. જે પૈકી દુર્ઘટનાના દિવસે જ 13 લોકોના નિધન થયા હતાં. જ્યારે આ દુર્ઘટનામાં જીવત એક માત્ર કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી હતી. જોકે, આજે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. બેંગલુરુની હોસ્પિટલમાં તેમણે આજે બપોરે પહોણા એક વાગ્યાની આસપાસ પોતાનો દેશ છોડી દીધો. બેંગલુરુની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વરુણ સિંહને સારી સારવાર માટે તમિલનાડુના વેલિંગ્ટનથી બેંગ્લોરની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હતી.