Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઇન્સ્પાયર એવોર્ડમાં રાજ્ય કક્ષામા થયેલી પસંદગી.

Share

એન.આઈ.એફ, જીસીઇઆરટી અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા દર વર્ષે ઈન્સ્પાયર એવોર્ડ પ્રદર્શનનું આયોજન થાય છે. આ વર્ષે જીલ્લા કક્ષાનું ઈન્સ્પાયર એવોર્ડ પ્રદર્શન ઓનલાઈન તા.૧૦/૧૨/૨૧ નાં રોજ યોજાયું હતું.

સુરત જીલ્લાની કુલ ૭૬ કૃતિ(આઈડીયા)પૈકી ૦૮(આઠ)કૃતિ રાજ્ય માટે પસંદગી પામેલ છે. જેમાં માંગરોલ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળાની કૃતિ એ બીજો ક્રમ મેળવી રાજ્ય કક્ષાએ જશે આ શાળાની વિદ્યાર્થીની કોમલ કુમારી સન્મુખભાઈ વસાવા અને માર્ગદર્શક અને આશાળાના આચાર્ય ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્ય કક્ષામા ભાગ લેશે. આમ રાજ્યમા પસંદગી થવા બદલ વિદ્યાર્થીની કોમલ કુમારી સન્મુખ વસાવા તેમજ માર્ગદર્શક આચાર્ય ભુપેન્દ્રભાઈ પટેલને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ ઇમરાનખાન પઠાણ, જીતેન્દ્રભાઈ પટેલ તથા સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવી રાજ્યમા પણ માંગરોલ તાલુકા અને શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : ભાદી ગામેથી હજારોની મત્તાના જુગારધામ સહિત બે ઝડપાયા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં 500 (પાંચસો)થી વધુ આ પરિવાર ને 100 (સો)ચોરસ વારના પ્લોટ આપવામાં આવેલ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!