સુરત ટેક્ષટાઇલ ક્ષેત્રે રાષ્ટ્રીય હબ હોવા છતાં હાલની પરિસ્થિતિમાં સુરતના કાપડના વેપારીઓ સરકારથી નારાજ છે તેનું કારણ જોતા સરકાર દ્વારા કાપડ પર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને આ નિર્ણય આવનાર 1 લી જાન્યુઆરી 2022 થી લાગુ પાડવામાં આવશે સરકાર તેનો અમલ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સુરતના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. જીએસટીના નવા દરના અમલીકરણ પૂર્વે કાપડ મંત્રાલય દ્વારા દેશના જુદા જુદા સંગઠનો સાથે આજે મંગળવારે એક બેઠક યોજાઇ છે.
જીએસટી દર વધારવાના મુદ્દે દિલ્હીમાં મંગળવારે યોજાનારી બેઠકમાં ટેક્સટાઇલ સાથે જોડાયેલા સંગઠનોની બાદબાકી કરાતા તેમનામાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે કેટલાક ટેક્સટાઇલ સંગઠનો જાહેરમાં તો કેટલાક અંદરખાને આ બાબતનો વિરોધ કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ, જ્યારે ટેક્સટાઇલ પર જીએસટીનો દર વધારવામાં આવ્યો છે ત્યારે અમને અમારો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઇતી હતી એમ સુરતના કાપડના વેપારીઓએ જણાવ્યું હતું.
સુરતના કાપડના વેપારીઓ નારાજ જાણો કેમ…?
Advertisement