– ખુરશી – શેટીની આડમાં કંન્ટેનરમાં ભરીને લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો.
એમ.એસ.ભરાડા, ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા સુધિરકુમાર દેસાઇ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરાએ આગામી ગ્રામ પંચાયત ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જીલ્લામાં દિન -૧૦ સુધી પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જરૂરી વાહન ચેકિંગ કરવા જણાવાયું હતું જે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ તાબાના સ્ટાફને વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હતી,
જે આધારે તા.૧૩/૧૨/૨૦૨૧ ની સાંજના એલ.સી.બી.ની ટીમ વાઘોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ચોકકસ બાતમી હકિકત મળેલ કે, એક ટાટા -૯૦૯ કન્ટેનરમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને કન્ટેનર હાલોલ રોડ ઉપર થઇ વડોદરા તરફ જનાર છે, જે ચોકકસ હકિકત આધારે હાલોલ – વડોદરા રોડ ઉપર આવેલ ડીસન્ટ હોટલની સામે રોડ ઉપરથી ઉપરોકત બાતમી હકિકતવાળા કંન્ટેનરને ઝડપી પાડી તેમાંથી બે આરોપી રવિન્દ્ર ધુપસિંહ જાટ રહે. નાનાવાસ, પોસ્ટ – કુહાડવાસ, નાના બુહાના, તા.બુહાના જી. – ઝુનઝુન ( રાજસ્થાન ) અને લાલારામ બત્તીલાલ મીણા રહે . ફ્લેટ ૧૭/૫, રવી એપાર્ટમેન્ટ, પ્રતાપનગર, સેકટર ૨૮, સાંગાનેર, જયપુર, રાજસ્થાનને પકડી વાહનને ચેક કરતા જુદા જુદા માર્કાની વિદેશી દારૂની બોટલો ભરેલ હોય જે કુલ બોટલો નંગ -૮૦૧૬ કિ.રૂ .૮,૦૧,૬૦૦ /- તથા કન્ટેનર કી.રૂ. ૫,૦૦,૦૦૦ / તથા ખુરશી – શેટી નંગ -૩૫ કી.રૂ .૩,૫૦,૦૦૦ /-, મોબાઇલ ફોન -૦૪ કી.રૂ. ૧૨,૦૦૦ /- મળી કુલ રૂ.૧૬,૬૩,૬૦૦ /- નો મુદ્દામાલ કબ્જે કરી, વિદેશી દારૂ કોણે ભરી આપેલ અને કોને આપવાનો હતો તે બાબતે પુછપરછ કરતા વિદેશી દારૂ હરીયાણાથી નીરવ શર્મા રહે. સેકટર ૦૯, ગુડગાંવ, હરીયાણા નાએ ભરી આપેલ હોવાની હકિકત જણાવતા પકડાયેલ તેમજ નહી પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવી પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે.