ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ટેન્ટ સીટી-૨ ખાતે યોજાયેલા દ્વિદિવસીય સેમીનારમાં રાજ્યમાં આંતર રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓની રચનાની સંભાવના અને વર્તમાન યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષા પર લઈ જવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.
રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રારશ્રી અને IQAC કો-ઓર્ડિનેટર સહિતના આશરે ૨૪૦ મહાનુભાવોએ
આજે બીજા દિવસે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી જેમાં, ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમનો અદભૂત નજારો પણ માણ્યો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ શ્રી મયુરસિંહ રાહુલજી, જયંતીભાઈ અને શાહીનબેન મેમણ સહિત અન્ય ગાઈડે સ્ટેચ્યુ ઓફ યુનીટીની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન પંડીત દિન દયાળ યુનિવર્સિટીના ડાયરેક્ટર તાજિન્દર સિંહે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને ખુબ જ આનંદની અનુભૂતિ થઈ છે. આઝાદીની લડાઈ કેવી રીતે થઈ તેનું શું પરિણામ આવ્યું તેની યાદ ફરી એક વખત અહીં આવીને થઈ છે.અહીંના બધા જ સ્થળો ખૂબ જ સુંદર છે. અહીંના ગાઈડ પણ ખૂબ જ સુંદર રીતે માહિતી આપી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, દેશ-વિદેશના ઘણા સ્થળોએ હું ગયો છું,પરંતુ સૌથી અદભૂત મને મારો દેશ, મારું રાજ્ય ગુજરાત લાગ્યું હોવાનું સિંહે જણાવ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
કેવડીયા ટેન્ટ સીટી-૨ ખાતે યોજાયેલો દ્વિ દિવસીય સેમિનાર સંપન્ન…
Advertisement