નસવાડી તાલુકાના લિંડા ગામે શિક્ષણ સંકુલમા ધારસિમેલ, પિસાયતા, ઘૂંટીયાઆંબા અને મોડલ સ્કુલ નસવાડી કાર્યરત છે. દરરોજ બપોરનું 1500 થી વધુ વિદ્યાર્થીઓનું જમવાનું અહીં બને છે. જ્યારે શિક્ષણ સંકુલમાં ત્યાં જ રહી 1200 થી વધુ કન્યાઓ અભ્યાસ કરે છે. શાળા શરૂ થઈ ત્યારથી ભોજનની ગુણવતા પર કન્યાઓએ પ્રશ્ન કર્યાં છે પણ કોઈ ધ્યાન આપતું નથી. આદિવાસી કન્યાઓને ભોજનમા ઈયળ નીકળતી હોવા છતાંય ચલાવી લે છે. સોમવારે અને અગાઉ આપેલ ભોજમમાંથી ઈયળો નીકળી હતી. કન્યાઓ આજે વિફરી હતી અને ભોજનની ગુણવતાને લઈ રોષે ભરાઈને થાળી, ચમચી વગાડી 1000 થી વધુ કન્યાઓ હોબાળો મચાવ્યો હતો.
ભોજન સારું ન મળતું હોઇ કન્યાઓ ભૂખી રહેવા મજબુર બની છે. વર્ષે એક બાળક પાછળ આદિજાતિ વિભાગ 45 હજારનો ખર્ચ કરે છે છતાંય ટ્રાયબલના અધિકારીઓ ધ્યાન આપતા નથી. ભોજનનો ઇજારદાર ગાંધીનગરમા પહોંચ ધરાવતો હોય ત્યાં બેસી બધું સંભાળી લે છે. છોટાઉદેપુર પ્રાયોજના અધિકારી પણ આ બાબતે ધ્યાન આપતા નથી.
વિધાર્થીઓ આચાર્યને ઘેરી લઇને ભારે હોબાળો મચાવ્યો હતો જયારે વિદ્યાર્થિનીઓ રોષે ભરી કેમ્પસની અંદર જ થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કર્યા હતા. આચાર્યનો પણ ઘેરાવો કર્યો હતો, આદિજાતિ અધિકારીઓ ચેમ્બરમાં બેઠા બેઠા વિભાગના વહીવટ ચલાવે છે ત્યારે વિદ્યાર્થીઓની કફોડી હાલત જાણવી જરૂરી છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર