Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : નાનકડી અક્ષદાની અનોખી સિદ્ધિ…….જાણો વધુ.

Share

વડોદરાની અક્ષદા દળવીની કિક બોક્સિંગની ઇન્ટરનેશનલ સ્પર્ધા માટે પસંદગી થઈ છે, ન્યૂઝ પેપર વિતરકની પુત્રીએ અનોખી સિદ્ધિ મેળવી છે. વડોદરા શહેરના ન્યૂઝપેપર વિતરક અજયભાઈ દળવીની દીકરી અક્ષદા 15 વર્ષની ઉંમરમાં 9 ગોલ્ડ સહિત 23 મેડલ કરાટે અને કિક બોક્સિંગમાં મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પૂણેમાં યોજાનાર ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેની પસંદગી કરાઈ છે.

અક્ષદા 11 વર્ષની ઉંમરે સલાટવાડામાં એમસી હાઈસ્કૂલમાં કરાટે શીખતાં શીખતાં નેશનલ લેવલે પહોંચી ગઈ છે ધોરણ-10 માં અભ્યાસ કરતી અક્ષર દળવી કહે છે કે હું જયારે 11 વર્ષની હતી ત્યારે પપ્પાએ એક મહિનો કરાટે શીખવા મોકલી કહ્યું હતું કે જો તને ગમે તો કરાટે ચાલુ રાખજે અને ન ગમે તો બીજું કંઈ કરજે. પરંતુ એક મહિનામાં મને ટ્રેનિંગ દરમિયાન કરાટેનો મોહ એવો લાગ્યો કે પપ્પાને કહી દીધું મારે કરાટેમાં જ આગળ વધવું છે જેથી હું કરાટેમાં ગોલ્ડ મેડલ સુધી પહોંચી છું પરંતુ ગોલ્ડ મેડલ મારું લક્ષ્ય નથી. ઇન્ટરનેશનલ લેવલે ઓલમ્પિક રમવાનું મારું સપનું છે. અક્ષદાએ કોચ સિદ્ધાર્થ ભાલેઘરેના નેજા હેઠળ તાલીમ મેળવી છે. પુત્રીની એકેય સ્પર્ધામાં ગયો નથી એમ અક્ષદાના પિતા અજય દળવીએ જણાવ્યું હતું.
અખબાર વિતરણનું કામ વ્યસ્તતાવાળું હોય છે એટલે પુત્રી ઇન્ટરનેશનલ કે નેશનલ રમતી હોય તે સ્થળે એકેયવાર હું જઇ શકયો નથી. પૂણેમાં નેશનલ સ્પર્ધામાં તે રમી રહી હતી અને ઇજા થવા છતાં તે બે સીલ્વર મેડલ જીતી હતી.

Advertisement

Share

Related posts

વાંકલ સ્કૂલ-કોલેજ આસપાસ ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી રોમિયોગીરી કરનારા વિરુદ્ધ માંગરોળ પોલીસે કરી લાલ આંખ.

ProudOfGujarat

अफ़ग़ानिस्तान के इस्तिहस में पहली महिला कौंसल जनरल ज़किया वारदाक बॉलीवुड अभिनेत्री वरीना हुसैन से की मुंबई में मुलाक़ात, महिला सशक्तिकरण पर हुई चर्चा।  

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!