ભરૂચ તાલુકાના તવરા ખાતે તા. ૧૩/૧૨/૨૦૨૧ એટલે કે માગશર સુદ દશમ સોમવારના રોજ શ્રી ચિતનાથ મહાદેવ મંદિર જુના તવરાનો પાટોત્સવ ઉજવાયો હતો. શ્રી ચિતનાથ મહાદેવ મંદિરના પાટોસત્વ નિમિતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના ગાઈડલાઈનનું પાલન કરી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.
વિવિધ કાર્યક્રમોની વિગત જોતા પૂજાનો સમય સવારથી શરૂ થતા મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા કરી હતી. બપોર સુધી પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે આઠ વાગ્યાથી હવન અને બપોરે એક વાગ્યે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. જોકે હાલ સમગ્ર વિશ્વ અને ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ વર્ષે પણ જૂના તવરા ગામના ગ્રામજનો દ્વારા સાદાઈથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાલી યજ્ઞ અને પ્રસાદનું આયોજન કરાયું હતું. હાલ કોરોનાની અસરને કારણે ચિંતનાથ મહાદેવ મંદિરના પાટોત્સવની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂના તવરા ગામના મંદિરને રંગબેરંગી ફૂલોથી ભવ્ય સજાવટ કરાઈ હતી તથા ગ્રામજનોએ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હાલ કોરોના મહામારીના કારણે મંદિરના ગર્ભગૃહમાં ભક્તોને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી.