માંગરોળ તાલુકાના વાંકલ ગામના વેરાવી ફળિયાનો ખૂન કેસનો ફરાર આરોપીને S.O.G. ની ટીમે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. વર્ષ 2018 મા માંડવી તાલુકાના એક ગામમાં આરોપી સુનિલ અંબુભાઈ ચૌધરી ઉ.વ.25 એ અન્ય એક સહયોગી સાથે ખેતરમાં ખેડૂતનું ખૂન કરી નાંખ્યું હતું. આ ગુનામાં તેને આજીવન કેદની સજા થતાં લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે તે સજા કાપી રહ્યો હતો આરોપીએ પેરોલ રજા લઇ પોતાના ઘરે આવ્યો હતો અને રજા પૂરી થવા છતાં પરત નહીં જઇ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ જતા લાજપોર જેલના જેલરે તારીખ 5/11/ 2021 ના રોજ માંગરોળ પોલીસ મથકમાં આરોપી સુનિલ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આ ગુનાની તપાસ S.O.G. ને આપવામાં આવતા પો.ઇ.જે.કે.ધડુકના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે S.O.G ના એ.એસ.આઇ. કિરણસિંહ લક્ષ્મણસિંહ, અને પો.કો. આસિફખાન ઝહિરખાનને આરોપી અંગે સંયુક્ત બાતમી મળતા અન્ય સહયોગી કર્મચારીઓ વિરમભાઈ બાબુભાઈ, અશોકસિંહ ગીરીરાજસિંહ, વગેરેની ટીમે આરોપીને વાંકલ ગામના વેરાવી ફળિયામાંથી ઝડપી લીધો હતો તેની અંગજડતી લેતા ખિસ્સામાંથી એક તિક્ષણ હથિયાર ચપ્પુ મળી આવ્યું હતું આરોપીને પરત લાજપોર જેલમાં રવાના કરવા પોલીસે તજવીજ શરૂ કરી હતી.
વિનોદ મૈસૂરિયા : વાંકલ