વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવ્ય કાશી ભવ્ય કાશીના લોકાર્પણ અંતર્ગત આજે સમગ્ર નર્મદા જિલ્લાના શિવાલયોમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાંમા ઉમટેલા ભક્તોની ઉપસ્થિતિમા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં જળાભિષેક, દૂધ અભિષેક, લઘુરૂદ્ર, આરતી તથા પ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગોરા નર્મદા તટે શુલ્પાણે શ્વર મહાદેવના મંદીરે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, માજી ધારાસભ્ય શબ્દ શરણ તડવીની ઉપસ્થિતિમા મહાદેવને જલાભિષેક, પૂજા અર્ચના કરી આરતીના કાર્યક્રમમા ભાગ લીધો હતો.
જયારે રાજપીપલા ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ દ્વારા પૂજા અર્ચનકરી લઘુરૂદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો શહેર પ્રમુખ રમણ સિંહ રાઠોડ તથા મહામંત્રી રાજેન્દ્ર પટેલ, કમલેશભાઈ પટેલ, દીપકભાઈ જગતાપ તથા અજીતભાઈ પરીખ ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ કાછિયા, નગરપાલિકા સદસ્યા ધાર્મિષ્ઠાબેન પટેલ, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મહામંત્રી દક્ષાબેન પટેલ, જિલ્લા મંત્રી જ્યોતિબેન જગતાપ, ઉપપ્રમુખ અલ્પાબેન ભાટિયા, ક્રિષ્નાબેન સહીત અન્ય આગેવાનો, કાર્યકરો તથા ભક્તોએ ધાર્મિક કાર્યક્રમમા ભાગ લીધો હતો. એ ઉપરાંત રાજપીપલાના અન્ય શિવાલયોમાં પણ આ કાર્યક્મ યોજાયો હતો.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વારાણસીમા જે ભવ્ય કાશી દિવ્ય કાશીનો કાર્યક્રમ યોજાયો છે તેના ઉપલક્ષયમા રાજપીપલા વિશ્વેશ્વર મહાદેવ મંદિરે અમે લઘુરૂદ્ર યોજ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેડીયાપાડાના માજી ધારાસભ્ય મોતિલાલ વસાવાની ઉપસ્થિતિમા દેડિયાપાડા મંડલ કક્ષાનો કાર્યક્રમ ભારત સેવાશ્રમ મંદિર દેડિયાપાડામાં ભગવાન ભોલેનાથને જલ- પુષ્પ અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કરવા માટે ભાથીજી સંપ્રદાયનાં ખુમાનદાસ મહારાજ, ભારત સેવાશ્રમનાં સ્વામી બૌધ મિત્રાનંદ, જાનકી આશ્રમનાં સંયોજક સોનજીભાઈ વસાવા, મંડલ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા, જીલ્લા મહામંત્રી રમેશભાઈ વસાવા, જીલ્લા ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, મંડલ મહામંત્રી મનસુખભાઇ વસાવા, જીલ્લા પંચાયતનાં સભ્યો ખાનસીંગભાઇ વસાવા મહિલા અગ્રણી કાર્યકર મંજુલાબેન વસાવા, તથા કાર્યકરો હાજર રહ્યા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા