Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ATM તોડી લાખોની મત્તા પર હાથફેરો કરવા આવેલ મૂળ યુ.પી નો ઈસમ પોલીસના હાથે ઝડપાયો.

Share

ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર મધરાતે HDFC બેંકનું ATM તોડી ₹ 7.69 લાખ ચોરી કરનાર યુ.પી ના આરોપીને સિક્યોરિટી ગાર્ડ, ચાવાળા અને સરપંચની સમયસૂચકતા અને હિંમતથી પોલીસે પકડી પાડ્યો હતો.

દહેજ બાયપાસ ઉપર આવેલા ફાઈવ સ્ટાર પ્લાઝામાં HDFC બેંકની બ્રાન્ચ અને બાજુમાં જ ATM આવેલું છે. શુક્રવારે મધરાતે ઉત્તરપ્રદેશનો આસિફ રહવર રઝા ATM તોડવા ગ્રાઈન્ડર મશીન, હથોડી, છીણી, પકડ લઈ આવ્યો હતો. બાજુના મીટરમાં ગ્રાઈન્ડર મશીન અને કટરનો વાયર નાખી ATM તોડવાનું શરૂ કર્યું હતું. જે પેહલા મોઢા ઉપર ગળા ટોપી અને હાથમાં હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને આવેલા તસ્કરે CCTV કેમેરા તોડી નાખ્યા હતા. હાઇવે ઉપર ATM આવેલું હોય અને તેના પર સિક્યોરિટી ગાર્ડ તહેનાત નહિ હોવાની માહિતી સાથે આરોપી પુરી તૈયારી સાથે આવ્યો હતો.

Advertisement

આરોપી ATM નું શટર તોડી, વોલ્ડ ડોર મશીન અને કટર વડે કાપી નાંખ્યો હતો. ચાર કેશ ટ્રે પૈકી 500 ના દરની ટ્રે માંથી ₹ 7.69 લાખ ચોરી લીધા હતા. દરમિયાન પાછળની સોસાયટીના વોચમેન સિકન્ડર મલેક ચા પીવા અશરફ શેખની લારીએ રાતે 3.30 કલાકે ગયા હતા. જ્યાં બન્નેએ ATM માંથી આવતો પ્રકાશ અને અવાજ સાંભળતા સરપંચ નદીમ શેખને જાણ કરી હતી. સરપંચે એ ડિવિઝન પોલીસને જાણ કરતા PI એ.કે.ભરવાડ સહિતનો કાફલો સ્થળ પર આવવા રવાના થયો હતો.

સરપંચ, સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ અને ચાની લારીવાળાએ ATM પાસે જઈ શટર બહારથી બંધ કરી રાખ્યું હતું. પોલીસ પહોંચી જતા આરોપી ચોરેલી કેશ સાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. બ્રાન્ચ મેનેજર મુબારક પટેલની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં એક ચાની લારીવાળા, વોચમેન, શેરપુરાના સરપંચની સમયસૂચકતા અને હિંમતના કારણે HDFC નું ATM તોડી 500 ના દરની 1538 નોટ ચોરનાર તસ્કર ATM ની અન્ય 3 કેશ ટ્રે ને ચોરી ભાગે તે પેહલા LIVE પકડાઈ ગયો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં વિઝા ફ્રોડના ગુનામાં મદદગારી કરનારને ઝડપી પડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

ઉતરાખંડના હરિદ્વારમાં ધર્મ સંસદમાં મુસ્લિમ ધર્મની ટીકા કરતાં ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદન.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ને. હા. 48 પર આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 1 વ્યક્તિને ગંભીર ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!