Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કાંકરિયાના ધર્માતરણના ગુનાના આરોપીઓની જામીન અરજી નામંજુર કરતી નામદાર અદાલત.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામ ખાતે ધર્માતરણના બનાવો બન્યા હતાં. આ ધર્માતરણના પ્રકરણે ચકચાર મચાવી હતી તેમજ ધર્માતરણનાં ગુનાઓ અંગે આમોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જેના આરોપીઓની જામીન અરજી નામદાર અદાલતે ફગાવી દેતાં જામીન નામંજુર થયા હતાં.

આ અંગે વિગતે જોતા આમોદ પોલીસ સ્ટેશનમાં તા.૧૫/૧૧/ ૨૦૨૧ ના રોજ ફરીયાદી પ્રવિણ વસંતભાઈ વસાવાએ -૦૯ આરોપીઓ સામે ધર્માતરણ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં શબ્બીર બેકરીવાલા સાથે કુલ 9 આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ -૪ તથા ઇ.પી.કો. કલમ -૧૨૦ ( બી ) , ૧૫૩ બીસી), ૫૦૬ ( ૨ ) મુજબ ફરીયાદ દાખલ કરાવી હતી. આ ગુનાની તપાસ દરમ્યાન ચાર આરોપીઓ જેમાં અબ્દુલ અજીજ પટેલ એટલે કે ધર્માતરણ પહેલા અજીત છગનભાઇ વસાવા યુસુફજીવણભાઇ પટેલ એટલે કે ધર્માતરણ પહેલા મહેન્દ્ર જીવણભાઇ વસાવા ઐયુબ બરકત પટેલ એટલે કે ધર્માતરણ પહેલા રમણ બરકતભાઇ વસાવા અને ઇબ્રાહીમ પુના પટેલ એટલે કે ધર્માતરણ પહેલા જીતુ પુનાભાઇ વસાવા તમામ રહે – કાંકરીયા, તા.આમોદ , જિ.ભરૂચ ની તા.૧૬/૧૧/૨૦૨૧ નારોજ ધરપકડ કરવામાં આવી હતી જયારે તા.૩૦/૧૧/ ૨૦૨૧ ના રોજ આ આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૬૬,૪૬૭, ૪૬૮,૪૭૧ તથા એટ્રોસીટી એકટ ૩ ( ૨ ) (એફ, જી ) મુજબની કલમ ઉમેરાની અરજી દાખલ કરતા નામદાર ડીસ્ટ્રીક્ટ કોર્ટ ભરૂચ દ્વારા આ અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આ આરોપીઓના જામીન આમોદ કોર્ટથી નામંજુર કરવામાં આવતા આરોપીઓએ મેપ્રિન્સિપાલ અને ડીસ્ટ્રીકટ જજ ભરૂચની કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જામીન અરજીની સુનવણી થતા નામદાર કોર્ટ દ્વારા તા.૧૦/૧૨/૨૦૨૧ ના રોજ તમામ આરોપીઓના જામીન રદ્દ કરતો હુકમ કરેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા નજીક આર.પી.એલ.કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટનાં મકાનમાં ચોરી…

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ગુરૂવારે ૧૭ ઉમેદવારી નોંધાઈ.

ProudOfGujarat

નડિયાદની વિધિ જાદવે દેશના શહીદ જવાનોના ૧૬૦ થી વધુ પરિવારોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!