આજરોજ ભરૂચ અને અંકલેશ્વરના નોટરીયનોએ ભરૂચ જિલ્લા કલેકટર મારફત દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તેમજ અન્ય રાષ્ટ્રીય નેતાઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. નોટરીયનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે આજ સરકાર નોટરી અંગે નવો સૂચિત કાયદો કરવા ઇચ્છી રહી છે.
આ અંગે આવેદનપત્રમાં જણાવાયું છે કે નોટરી કરતાં વકીલો નિયમિતપણે તેનું રિનવેશન કરાવે છે અને તેમાં કોઈ જાતની ક્ષતિ રહેતી નથી. નિયમિત રીતે કામકાજ ચાલતું હોવા છતાં સૂચિત ધારામાં નવા ફેરફાર કરવાની ઈચ્છા સરકાર ધરાવે છે તે અંગે આવેદનપત્રમાં જણાવાયું છે કે લોકોને નોટરી કોણ કરે છે અને તેનો સમય કેવો છે તેની ખબર પડી ગઈ છે તેવા સમયે નોટરીયનોની ફેરફાર કરવો યોગ્ય નથી. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ નોટરી અંગેની સગવડ ઊભી કરવાની થશે તો આગવું અને નવું ઇન્ફાસ્ટ્રકચર ઊભું કરવું પડશે જેમાં વીજ ઉપકરણો પણ ગોઠવવા પડશે. અને જ્યાં મોબાઇલના હાલ ટાવર પકડાતાં નથી તેવા વિસ્તારોમાં નોટરી કરવી ખૂબ જ મુશ્કેલ બની રહેશે.