સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, માંગરોલ ખાતે આજે 10 ડિસેમ્બરના શુક્રવારના ફ્રી ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા મગજ, કરોડરજ્જુ, મણકાને લગતી બીમારીનો મફત કેમ્પ સવારે 11 થી 1 વાગ્યા સુધી રાખવામાં આવેલ હતો. જેમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ, અંકલેશ્વરના નિષ્ણાત ઓર્થોપેડિક અને જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન ડૉ. ધ્રુવેનસિંહ કોસાડા તથા નિષ્ણાત ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ (ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ બ્રેન એન્ડ સ્પાઈન સર્જન) હાજર રહ્યા હતા.
આ નિઃશુલ્ક કેમ્પમાં ૧૦૦ જેટલા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું. કેમ્પનું આયોજન હોસ્પિટલ તથા આરોગ્ય કેન્દ્ર દ્વારા ખુબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું. ડૉ. જયપાલસિંહ ગોહિલ, ડૉ. ધ્રુવેન કોસાડા, ડૉ. ઝૈનબ હાસ્મી, નફીસા સૈયદ, ધારા જેતાણી, જય મોદી, દિલાવર શાહ, પ્રિયા સિસ્ટર, સરસ્વતી સિસ્ટર આ કેમ્પમા સાથે આવી સેવા આપેલ હતી. આરોગ્ય કેન્દ્રમાં ડૉ. રાકેશ ભાઈનો ખુબ જ સારો સહકાર રહ્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ