Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ખેડૂત શિબિરને સફળ બનાવવા તાલુકા પંચાયત સભાખંડમાં બેઠક યોજાઇ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામના માર્કેટયાર્ડ ખાતે તારીખ 11 મી ના રોજ સવારે 10:00 કલાકે યોજાનાર ખેડૂત શિબિરને સફળ બનાવવા માટે તાલુકા પંચાયત સભાખંડમાં ધારાસભ્ય ગણપતભાઇ વસાવાની અધ્યક્ષતામાં કાર્યકરો આગેવાનોની બેઠક યોજાઇ હતી.

બેઠકના પ્રારંભમાં ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપીન રાવતનું દુર્ઘટનામાં અવસાન થતાં તેમના માનમાં બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ત્યારબાદ વાંકલ ખાતે યોજાનાર ખેડૂત શિબિરનો લાભ વધુમાં વધુ ખેડૂતો લઇ શકે એ માટેના આયોજન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતો શેરડી પાકનું વાવેતર કરી શકે બારડોલી, કામરેજ, સુગર દ્વારા ખેડૂતોને સહાયભૂત થવા તેમજ શેરડી વાવેતરની નોંધણી અને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન મળી રહે એ પ્રમાણે આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ આયોજન અંગે કાર્યકર્તા અને આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. એ પી એમ સી ના ચેરમેન દિલીપસિંહ રાઠોડ દ્વારા ખેડૂત શિબિરની રૂપરેખા અને માહિતી આપવામાં આવી હતી.

Advertisement

આ બેઠકમાં હર્ષદભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય ડો.યુવરાજસિંહ સોનારીયા સહિતના અન્ય ચૂંટાયેલા સદસ્ય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ચાઈનીઝ દોરી વિવાદ પર હાઈકોર્ટનું કડક વલણ, સરકાને નવું સોગંદનામું દાખલ કરવા કહ્યું

ProudOfGujarat

ભરૂચ : અસનાવી ગામે ખેતરની ઓરડીમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

સુરતના મૈસુરીયા સમાજ દ્વારા હૈદરાબાદ અને ઉન્નાવની દૂષ્કર્મ પીડિતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!