Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર જિલ્લામાં સરપંચ પદના ૯૨૨ અને સભ્ય પદ માટે 3855 ઉમેદવારો મેદાનમાં.

Share

છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં કુલ 237 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે. 7 ડિસેમ્બર સુધીમાં ઉમેદવારી પત્રો ભરવા, રદ તથા પરતની કામગીરી પૂર્ણ થતાં કુલ 237 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ બેઠક માટે 922 અને સભ્ય પદ માટે 3855 ઉમેદવારો મેદાનમાં રહેતા ચિત્ર સ્પષ્ટ થયું છે. સરપંચ પદના 1482 ફોર્મમાં 31 ફોર્મ ચકાસણીમાં રદ અને 518 ફોર્મ પરત ખેંચાયા છે.

12 સરપંચ પદની બેઠકો બિન હરીફ થતા 922 ઉમેદવારો છે જ્યારે સભ્ય પદ માટે કુલ 5032 ફોર્મ ભરાયા હતા જેમાં 126 ફોર્મ ચકાસણીમાં રદ થયા અને 411 પરત ખેંચતા અને 640 સભ્ય પદની બેઠકો બિનહરીફ થતા 3855 ઉમેદવારો મેદાનમાં છે. બોડેલી તાલુકા સરપંચની 6 બેઠકો બિન હરીફ, સભ્ય પદની 198 બિનહરીફ થઈ. સંખેડામાં સરપંચ માટે 5 સભ્ય માટે 105, નસવાડીમાં સરપંચ 1 અને સભ્ય 115 બેઠકો બિનહરીફ થઈ હતી.

Advertisement

છોટાઉદેપુર તાલુકામાં 21 ગ્રા.પં.ની ચૂંટણીમાં સરપંચ તરીકે 100 અને સભ્ય તરીકે 543, જેતપુર પાવીમાં 44 બેઠકોમાં સરપંચ 194 અને સભ્ય 899, કવાંટની 33 બેઠકમાં 159 સરપંચ, 594 સભ્ય, બોડેલીની 26 બેઠકમાં 185 સરપંચ અને 667 સભ્ય, સંખેડાની 37 બેઠકોમાં 114 સરપંચ, 467 સભ્ય, નસવાડીની સરપંચની 46 બેઠકોમાં 170 સરપંચ અને 685 સભ્ય પદ માટે ઉમેદવારોએ હવે મેદાનમાં ઝંપલાવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થતા ઉમેદવારો દ્વારા ગામીણ વિસ્તારોમાં જોર સોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચ : સાંસદ મનસુખભાઈ વસાવાની એક જ માંગ જાણો કઈ ?

ProudOfGujarat

ભરૂચની કૃષિ મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મશરૂમ દિવસની ઉજવણી કરી.

ProudOfGujarat

ડેડીયાપાડા વન વિભાગે ખેરના લાકડા સહિત 4.80 લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!