Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ગોચર જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા પાંચ ઇસમો ઝડપાયા.

Share

ગોચરની જમીનમાંથી ગેરકાયદેસર માટીનું ખોદકામ અને ખનન કરતા 5 વ્યક્તિઓને ઝડપી પાડવામાં એલ.સી.બી વડોદરા ગ્રામ્ય પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી આ સાથે માટી ખનન અંગેના લાખો રૂપિયાના સાધનો અને ટ્રેકટરો પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, સિંધરોટ ગામે ગંગાપુરા વિસ્તારની સીમમાંથી કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે ગોચર જમીનમાં જે.સી.બી. મશીનથી માટી ખોદકામ કરી ટ્રેકટરોમાં ભરી માટી ખનન કરે છે ત્યારબાદ પોલીસે તે સ્થળ પર દરોડો પાડી ઇસમોને ઝડપી પાડી તેઓને આ માટી ખોદકામ બાબતે ગ્રામ પંચાયત કે ખાણ ખનીજ વિભાગનો પરમીશન લેટર કે કોઇ અન્ય આધાર પુરાવા તેઓ પાસ નહીં હોવાનું જણાવતા તેઓના નામઠામ પુછતા તેઓ (૧) ઇશ્વર જશવંતભાઇ ગોહીલ રહે. સિંધરોટગામ, ગંગાપુરા વિસ્તાર તા.જી.વડોદરા (૨) પ્રવિણ રયજીભાઇ પઢીયાર રહે. સિંધરોટ તા.જી.વડોદરા (૩) વિજય રમેશભાઇ તડવી રહે. સિંધરોટ તા.જી.વડોદરા (૪) ગોકળ મેલાભાઇ જારીયા રહે. સિંધરોટ ગામ, દરબારગઢ તા.જી.વડોદરા (૫) જયેન્દ્રસિંહ રામસિંહ પઢીયાર રહે. સિંધરોટ ગામ, તા.જી.વડોદરાની અટક કરવામાં આવેલ છે. જયારે કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલમાં જે.સી.બી. મશીન કિ.રૂ. ૯,૦૦,૦૦૦ (ર) ટ્રેકટર કિ.રૂ. ૩,૦૦,૦૦૦ (૩) ટ્રેકટર રજીસ્ટ્રેશન નંબર વગરનું કિ.રૂ. ૫,૦૦,૦૦૦ (૪) ટ્રેકટર કિ.રૂ. ૩,૦૦,૦૦૦ (૫) ટ્રેકટરમાં ભરેલ માટી વજન આશરે ૬૨૨૦ કિલો ગ્રામ જેની કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂ. ૨૦,૦૦,૦૦૦/- મળી આવ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા ગ્રામ્યની ટીમ દ્વારા ગૌચર જમીનમાં કોઈપણ જાતની પરમીશન વગર માટી ખનન કરતા ૦૫ ઈસમોને રંગે હાથે ઝડપી પાડી તેઓના કબ્જાના વાહનોના અસલ કાગળો પણ સાથે ન રાખી ગુનાહીત કૃત્ય કરેલ હોવાથી ઉપરોકત વાહનોને ડીટેઈન કરી માટી ખનન બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. પોલીસે ગેરકાયદેસર માટી ખનનનો ગુનો દાખલ કરતા માટી ખનન કરી રહેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા માં પવન ફૂંકાયા,ગાજ વીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો, અનેક સ્થળે વૃક્ષ ધરાસાઈ તો કેટલાક હોડિંગ્સ અને કાંચ તૂટી પડતા દોડધામ

ProudOfGujarat

ભરૂચ:મતગણતરી માટે સજ્જ બનતું જિલ્લા ચૂંટણી તંત્ર.

ProudOfGujarat

ભરૂચના આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા આખરે સ્થાનિકોનો પાલિકામાં હલ્લો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!