Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામેથી દિપડો ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામેથી એક દિપડાને ઝડપી લેવાયો હતો. ગામમાં દિપડો જણાતા ગ્રામજનો ભયભીત બન્યા હતા. ત્યારબાદ દિપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામમાં દિપડાની હાજરી દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમ દ્વારા સ્થાનિકોની મદદથી દિપડાને ઝડપી લેવા બે દિવસ પહેલા પાંજરૂ ગોઠવવામાં હતુ. ત્યારબાદ સ્થાનિકો તેમજ વનવિભાગની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ગત રાત્રીએ દિપડો પાંજરે પુરાયો હતો. વનવિભાગ દ્રારા ઝઘડીયાની કચેરી ખાતે દિપડાને પહોચાડાયો હતો. વનવિભાગ દ્વારા ઝડપાયેલ દિપડાને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ દિપડાની ઉંમર અંદાજે ૫ વર્ષ અને તેનુ વજન અંદાજે ૪૦ કીલો જેટલું હોવાનુ જણાવાયુ હતુ.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

રાજપીપળા : વિવિધ આરોગ્ય કર્મચારી મંડળ નર્મદાના આરોગ્ય કર્મચારીઓએ પ્રશ્નોના ઉકેલ અંગે નર્મદા કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

સુરત-ઐતિહાસિક ગોપી તળાવમાં મલ્ટિપ્લેકસ બનશે..સુરતીઓને એક જ જગ્યાએ આનંદ પ્રમોદ મળી રહેશે..

ProudOfGujarat

બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ઋષિ કુલ ગૌધામ દ્વારા માંગરોળનાં પી.એસ.આઈ.નું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!