સુરતમાં હિન્દુ નેતાને પાકિસ્તાની મોબાઈલ નંબર પરથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
હિન્દુ સંગઠનના નેતા ઉપદેશ રાણાને કોઈ અજાણ્યા પાકિસ્તાનનાં નંબર પરથી ઉડાડી દેવાની ધમકી મળી છે. હિન્દુ સંગઠનના નેતા તાજેતરમાં યોજાયેલ કમલેશ તિવારીની પાર્ટીમાં સામેલ થયા હતા. કમલેશ તિવારીની લખનૌમાં હત્યા થઈ હતી આ હત્યાનું કનેકશન સુરતમાં બહાર આવ્યું છે.
Advertisement
સુરતના હિન્દુ સંગઠનના નેતાને આ પ્રકારની બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા તેમના દ્વારા ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી રક્ષણ માંગવામાં આવ્યું છે. ગોડાદરા પોલીસે રજૂઆતને ધ્યાને લઈ આખરે આ નંબર પરથી કયા કારણોસર હિન્દુ સેનાના નેતાને ધમકી મળે છે ? શું કારણ છે ? આ ધમકીઓ સહિતની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.