વડોદરામાં શહેરમાં ગોલ્ડન મેન તરીકે ઓળખાતા પ્રભુ સોલંકીએ મહારાષ્ટ્રના ઇંગતપુરી ખાતે 30 લાખનુ નકલી સોનુ પધરાવી દીધુ હતુ. મહારાષ્ટ્ર ખાતે પ્રભુ સામે ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્ર પોલીસને ચકમો આપી પ્રભુ ફરાર થઇ ગયો હતો. મહારાષ્ટ્ર પોલીસના હાથે ઝડપાયા બાદ ટ્રાન્સફર વોરન્ટના આધારે કરજણ પોલીસે પ્રભુ સોલંકીની ધરપકડ કરી વડોદરા શહેરમાં એકાએક ગોલ્ડન મેન તરીકે ઓળખ ઉભી કરનાર પ્રભુ સોલંકી તેના વિસ્તારનો મસીહા બની બેઠો હતો. શહેરનો કોઇ પણ મોટો તહેવાર હોય પ્રભુ સોલંકી તેના શરીર ઉપર પહેરેલા સોનાના ઘરેણાના કારણે પોતાની એક અલગ જ ઓળખ ધરવાતો હતો. પણ કોણે ખબર હતી કે, વડોદરાના ગોલ્ડન મેન તરીકે ઓળખાતો પ્રભુ એક નકલી સોનુ પધરાવનાર ઠગ છે.
મહારાષ્ટ્રના નાસીક સ્થિત ઇંગતપુરી પોલીસ સ્ટેશનમાં પ્રભુ સોલંકી ઉર્ફે કલ્પેશ પ્રજાપતિ ઉર્ફે રમેશ સામે રૂ. 30 લાખનુ નકલી સોનુ પધરાવી દેવાનો ગુનો નોંધાયો હતો. જેથી મહારાષ્ટ્ર પોલીસ પ્રભુ સોલંકીની શોધમાં વડોદરા પહોંચી હતી. પોલીસને તેને પકડવામાં સફળતા પણ મળી હતી. પરંતુ કરજણ પાસેની સહયોગ ઇન હોટલ પાસે લઘુશંકા જવાના બહાને ઠગ પ્રભુ પોલીસને ચકમો આપી ગત તા. 27 એપ્રિલના રોજ ફરાર થઇ ગયો હતો. જેથી આ મામલે કરજણ પોલીસ સ્ટેશન ખાતે પ્રભુ સોલંકી સામે નાસી જવાનો ગુનો નોંધાયો હતો.