Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ.

Share

પંચમહાલ જિલ્લા સેવાસદન ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાને ધ્વજદિન પ્રતીક અર્પણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સૈનિક કલ્યાણ બોર્ડમાં ફાળો આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે દેશની સુરક્ષાકાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરતા સપૂતો અને તેમના પરિવારજનોના કલ્યાણમાં ફાળો આપવાનો આ અમૂલ્ય અવસર છે ત્યારે જિલ્લાવાસીઓને આ ભંડોળમાં ઉદારહાથે ફાળો આપવા અપીલ કરી હતી.

દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર સૈનિકોના પરિવારજનોના વિકાસ માટે નાનકડી સહાય આપવા માટે જિલ્લા કલેકટરએ અપીલ કરી હતી. જિલ્લા અધિક નિવાસી કલેકટર એમ ડી ચુડાસમા દ્વારા પણ સૈનિક કલ્યાણ ફંડમાં ફાળો આપવામાં આવ્યો હતો અને લોકોને પણ ફાળો આપવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ અધિકારી સહિત સૈનિક કલ્યાણ કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વાપી હાઇવે પર ટેન્કરનું ટાયર ફાટતા રોંગ સાઈડ ઘુસી જતા કાર અને બાઇકને અડફટે લીધા, એકનું મોત

ProudOfGujarat

અમરેલી : સાવરકુંડલા ખાતે મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી: મોટી સંખ્યામાં મહિલાઓ તથા કિશોરી ઉપસ્થિત રહી

ProudOfGujarat

ભરૂચ માં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી, ઈદ ગાહ ખાતે અદા કરાઈ ઈદ ની વિશેષ નમાજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!