Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરનાં ૬૫ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ફુલહાર અર્પણ કરાયા.

Share

ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૬૫ મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના સ્ટેશન સ્થિત આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવા સાથે તેઓએ કરેલા સંઘર્ષ અંગે કાર્યક્રમો યોજાયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૬ ડિસેમ્બરે પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વસતા વિવિધ દલિત સંગઠન મંડળો અને રાજકીય પક્ષો દ્વારા તેઓને પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ૬૫ માં મહાપરીનિર્વાણ દિન નિમિત્તે ભરૂચના સ્ટેશન સર્કલ સ્થિત ભરૂચ જિલ્લામાં કાર્યરત બામસેફ ઇન્સાફ અને બીએમજી સહીત વિવિધ મંડળો દ્વારા તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં વિવિધ સંગઠનના લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષનું વર્ણન કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા હતા અને સાથે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સલામી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના હોદેદારો કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ૬૫ મો મહાપરિનિર્વાણ દિવસે આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાયા હતા. જેમાં ઈન્સાફ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર, બામસેફના ગુજરાત રાજ્ય મહામંત્રી વિનયભાઈ સોલંકી, બામસેફના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચરભાઈ રાઠોડ, ભારતના રાષ્ટ્રીય મહિલા ગૃહ ઉદ્યોગના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.વી.પરમાર, ભરૂચ યુનિટના શાંતિલાલ રાઠોડ, સહિતના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ડો બાબાસાહેબ આંબેડકરના ૬૫ મા મહાપરિનિર્વાણ દિને ભારતભરમાં બામસેફ અને ઈન્સાફ સંસ્થા તરફ, ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં તેમના સામાજિક બલિદાનનો ઈતિહાસ ગામની જનતા સુધી પહોંચાડી બંધારણ અને સંસદીય પ્રણાલીને જાળવી રાખવાની આપણી જવાબદારી નિભાવવાની હાકલ કરતા, વિવિધ મિશનરી સૂત્રો સાથે તમામ કાર્યકરોએ ફૂલે – આંબેડકરી મિશનરી કાર્યને આગળ ધપાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 નો 1 નવો કેસ નોંધાયો, હાલની સ્થિતિએ જિલ્લામાં કુલ 6 કોરોના પોઝિટીવ કેસ,5 એક્ટીવ કેસો.

ProudOfGujarat

ભરૂચ : વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામની કન્યા છાત્રાલયનું રિનોવેશન કરવા ઝેડ.સી.એલ કંપની દ્વારા ભૂમિપૂજન કરાયું.

ProudOfGujarat

વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસ એ પદયાત્રા યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!