Proud of Gujarat
INDIAFeaturedGujarat

વહેલી સવારે છવાયેલા ધુમ્મસથી મધ્ય ગુજરાતમાં જનજીવનને અસર.

Share

તાજેતરમાં બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે થયેલા કમોસમી વરસાદથી શિયાળુ ખેતીના વિવિધ પાકોને નુકશાન થવાની ભીતિ ફેલાવા પામી છે. વરસાદને લઇને વાતાવરણમાં શીત લહેરનું મોજુ ફેલાતા ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતુ. દરમિયાન આજરોજ વહેલી સવારે ધુમ્મસ નીકળતા ચારે તરફ ધુમાડો નીકળતો હોય એવુ દ્રશ્ય સર્જાયુ હતું.

ભરૂચ જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળ્યુ. ચારેતરફ ફેલાયેલા ધુમ્મસને લીધે સામેનું કશુ દેખાતુ નહતુ, તેને લઇને નેશનલ હાઇવે ઉપરાંત અંકલેશ્વર રાજપિપલા વચ્ચેના ધોરીમાર્ગ પર આવતા જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગાઢ ધુમ્મસને લઇને છેક નજીક આવે તો જ સામેનું દેખાતું હોવાથી વાહન ચાલકો ગુંચવાયા હતા. ધુમ્મસને કારણે રોડ પર આવતા જતા વાહનો ટકરાવાની દહેશત પણ રહેલી છે. આજે વહેલી સવારે નીકળેલ ધુમ્મસની અસર છેક દસ વાગ્યા સુધી રહી હતી. કમોસમી વરસાદ બાદ આજે વાતાવરણમાં ધુમ્મસ ફેલાતા ફરી એકવાર જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતું. જોકે મોડેથી ધુમ્મસની અસર નહિવત બનતા લોકો પોતાના રોજિંદા કામો તરફ વળ્યા હતા. ધુમ્મસના કારણે ખેતીના અમુક પાકને ફાયદો જ્યારે અમુકને થોડા ઘણા અંશે નુકશાન થતુ હોવાની વાત ખેડૂત આલમમાંથી જાણવા મળી હતી. ભરૂચ જિલ્લા સહિત મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો પણ આજે ધુમ્મસની લપેટમાં આવી ગયા હતા. આમ વહેલી સવારે નીકળેલ ધુમ્મસને લઇને સ્વાભાવિક જ તેની અસર જનજીવન પર જોવા મળી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર માં ચાલતા સ્પા મસાજ સેન્ટરો ઉપર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ-સ્પા સંચકલોમાં ઘભરાટ…..

ProudOfGujarat

ઝઘડીયાથી ખારીયા જવાના રોડની બદતર હાલતથી જનતાને હાલાકી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં રાવલ પરીવારે ગણેશજીની મૂર્તિની 31 મી સ્થાપના કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!