Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડામાં જામ્યો ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ, ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા.

Share

ડેડીયાપાડા ગ્રુ૫ ગ્રામ પંચાયત ઉમેદવારોએ વિજય સંકલ્પ કરી ઉમેદવારી પત્ર ભર્યું. વિજય સંકલ્પ સાથે ડેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચના ઉમેદવાર વસાવા વર્ષાબેન દેવજીભાઈ (દિવાલ શેઠ) જયારે અન્ય પેનલમાં સરપંચના ઉમેદવાર તરીકે અંજનાબેન રાકેશભાઈ વસાવા જયારે અન્ય પેનલમાં સરપંચના ઉમેદવાર તરીકે કાજલબેન ધર્મેન્દ્ર સિંહ વસાવા અને જયારે અન્ય પેનલમાં સરપંચના ઉમેદવાર તરીકે મનીસાબેન વસાવા તમામ સભ્યનું ઉમેદવારી પત્ર ડેડિયાપાડા મામલતદાર કચેરી ખાતે ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે દરેક ઉમેદવાર પોતાનો પરચો બતાવી જ રહ્યા છે પરંતુ હાર જીત તો આવનારો સમય જ બતાવશે તેમ કહી શકાય. આ પ્રસંગે ગૃ૫ ગ્રામ પંચાયતમાં આવતા તમામ ગામનાં કાર્યકર્તાઓ, વડીલ આગેવાનો, યુવા મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જોકે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે. જો કે આ વખતે ઇવીએમના બદલે મતપેટીથી મતદાનનું આયોજન થશે. પુરતા પ્રમાણમાં ઇવીએમ નહીં હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં આજથી 4 ડીસેમ્બર સુધી ઉમેદવારો તેમના ફોર્મ ભરી શકશે ત્યારબાદ 6 ડીસેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને તા. 7 ડીસેમ્બરે ઉમેદવારો તેમના ફોર્મ પરત ખેંચી શકશે. આ ચૂંટણીમાં 10284 પંચાયતોના સરપંચો અને 89702 વોર્ડની બેઠકો માટે
ઉમેદવારી ફોર્મ ભરવાનું શરુ થતાં જ સરપંચો અને વોર્ડની બેઠકો કબજે કરવા માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવી દેવામાં આવેલ છે. આ ચૂંટણીની મતગણતરી આગામી તા. 21 ડીસેમ્બરનાં રોજ થનાર છે.

Advertisement

તાહિર મેમણ : ડેડીયાપાડા


Share

Related posts

લીંબડી સબ જેલમાં કેદી એ પોલીસ કર્મી પર હુમલો કરતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

વડોદરાનાં બાપોદમાં મકાનનો છતનો ભાગ સિલિંગ ફેન સાથે તૂટતા એક મહિલા ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ઝઘડિયાના ઉમલ્લા દુ.વાઘપુરા ખાતે પર પ્રાંતિય મકાન ભાડુઆતોનું પોલીસ વેરિફિકેશન થાય છે ખરુ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!