આજરોજ વર્લ્ડ ડિસેબિલિટીના દિવસે ગોકુલધામ નાર અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા આજરોજ પ્રોસ્ટેટિક્સ લિમ્પસએ પણ જે 700 થી વધુ દિવ્યંગજનોને 8 કલાકમાં ડોનેશન કરવામાં આવ્યા તદુંપરાંત પ્રોસ્ટેટીક લિમ્પસ 700 દિવ્યાંગને ફીટ પણ કરી આપવામાં આવ્યા. વડતાલ ખાતે લાઈવ વર્લ્ડ રેકોર્ડ અટેમ્પટ કરવામાં આવ્યો હતો.
આ સમય દરમિયાન અમેરિકાની ખ્યાતનામ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન જે વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર જેના પદાધિકારીઓ સવારથી જ ત્યાં સ્થળ પર હાજર રહ્યા હતા. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના પદાધિકારીઓએ સંપૂર્ણ તાપસ અને રીવ્યુ કર્યા બાદ હજારો હરિ ભક્તોની હાજરીમાં મહાન સંતોની ઉપસ્થિતિમાં સ્ટેજ પર બંને વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
દર વર્ષે 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વિકલાંગતા દિવસ માટે વાર્ષિક ઓબ્ઝર્વેશનની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રએ જનરલ એસેમ્બલી રેઝોલ્યુશનમાં 1992 માં કરી હતી. વિકલાંગ દિવસ, વિકલાંગ લોકો પ્રત્યે કરુણા, આત્મસન્માન અને તેમના જીવનને સુધારવાના ઉદ્દેશ્ય સાથે મનાવવામાં આવે છે. તેનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનના દરેક પાસાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓની સ્થિતિ વિશે જાગૃતિ લાવવાનો છે. દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો પર યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન 2006 માં અપનાવવામાં આવ્યું હતું.
વિશ્વ વિકલાંગ દિવસ : ગોકુલધામ નાર અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા બે સૌથી મોટા વર્લ્ડ રેકોર્ડ સર્જાયા.
Advertisement