કરજણ તાલુકાની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી કુલ ૨૬ ગામોમાં યોજાશે. તો બીજી તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ગ્રામીણ સ્તરે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કરજણ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મામલતદાર કચેરી તેમજ કરજણ તાલુકા પંચાયતમાં જોવા મળ્યા હતા. હાલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી કરજણ તાલુકાના ૨૬ ગામોમાં યોજાશે બાકીના ગામોમાં પેટાચૂંટણી યોજાશે. કુલ મળી કરજણ તાલુકાના 41 ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા પેટાચૂંટણી યોજાશે તેમાં કરજણ તાલુકાના અલગ-અલગ ગામડાઓની દેખરેખ હેઠળ 7 R. O. ની નિમણૂક કરી ફરજ બજાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યાકુબ પટેલ, કરજણ
Advertisement